રાજકોટ
News of Friday, 15th March 2019

રવિવારે અમદાવાદમાં ફાલ્કન કંપનીના શો-રૂમનો શહિદોના પરિવારજનોના હસ્તે પ્રારંભ

૨૪ વર્ષમાં કંપનીએ અનેક શિખરો સર કર્યા : દેશમાં પ્રથમ વખત ત્રણ વર્ષની મિકેનીકલ વોરંટી : ૧૦થી વધુ શહિદોના પરિવારોને ૨૫ હજારની સહાય : કંપનીના ગુજરાતમાં ૫ અને દેશભરમાં ૧૭ શો રૂમ : પાઈપ, બુસ્ટર પંપ, ઈન્ડકશન મોટર, એવેઝ પંપ, બોરવેલ, કેબલ સહિત અનેકવિધ કંપનીની આઈટમો

રાજકોટ, તા. ૧૫ : દેશની વિખ્યાત કંપની ફાલ્કન ગ્લોબલ સેલ્સ પ્રા.લી. દ્વારા એકસકલુઝીવ કંપનીના શો રૂમનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેનું શહીદોના પરીવારજનોના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે.

અમદાવાદના સરખેજ વિસ્તારમાં સાણંદ ચોકડી, એસ.જી.હાઈવે, નવજીવન હોટલ પાસે ફાલ્કન ગ્લોબલ સેલ્સ પ્રા.લી. નામના કંપનીના શોરૂમનું ઉદ્દઘાટન તા.૧૭ના રવિવારે સવારે ૯ વાગ્યે ભારતના વીર શહીદોના પરીવારજનોના વરદ હસ્તે કરવામાં આવનાર છે. ફાલ્કન કંપનીના ફાઉન્ડર - ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર શ્રી ધીરજલાલ સુવાગીયા તથા ફાઉન્ડર - એકિઝકયુટીવ ડાયરેકટર શ્રી કમલનયન સોજીત્રાએ જણાવ્યુ હતું કે હાલમાં કંપની દ્વારા પમ્પ, બોરવેલ, ઓપનવેલ મોનોબ્લોક, ડોમેસ્ટ્રીક સેલ્ફ પ્રાઈમ, પાઈપ જેવી અનેક પ્રોડકટો છે. પ્રેસર બુસ્ટર પંપ, પ્રિમીયમ ઈન્ડકશન મોટર, સેવેઝ પંપ જેવી કંપનીની નવી પ્રોડકટ આવી રહી છે. દેશમાં પ્રથમ વખત ત્રણ વર્ષની વોરંટી કંપની દ્વારા આપવામાં આવે છે. વધુ માહિતી માટે મો. ૯૭૨૭૭ ૦૦૫૬૬/૭ ઉપર સંપર્ક કરી શકાય છે.

ફાલ્કન દ્વારા પ્રેરક કાર્ય કરાયુ છે. વીર શહીદોના પરીવારોના હસ્તે કંપનીના નવા શો રૂમનું ઉદ્દઘાટન થનાર છે. આ પ્રસંગે શહીદોના દરેક પરીવારોને ૨૫ હજારની રોકડ સહાય પણ આપવામાં આવશે.

તસ્વીરમાં ''અકિલા''ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ફાલ્કનના ફાઉન્ડર ચેરમેન - એમ.ડી. શ્રી ધીરજલાલ સુવાગીયા અને ફાઉન્ડર એકિઝકયુટીવ ડાયરેકટર શ્રી કમલનયન સોજીત્રા નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૩)

(3:37 pm IST)