રાજકોટ
News of Friday, 15th March 2019

ગંજીવાડામાંથી થોરાળા પોલીસે ૬૮ હજારનો દારૂ પકડ્યોઃ સુરાની શોધ

ડી. સ્ટાફના એએસઆઇ બી. જે. જાડેજા, કોન્સ. વિજય મેતા અને રોહિત કછોટની બાતમી

રાજકોટઃ થોરાળા પોલીસે ગંજીવાડામાં દરોડો પાડી રૂ. ૬૮,૬૦૦નો ૧૪૪ બોટલ રોયલ આર્મ્સ તથા ૪૮ બોટલ પાર્ટી સ્પેશિયલ બ્રાન્ડનો દારૂ કબ્જે કરી સુરેશ ઉર્ફ સુરો ઉર્ફ દાઉદ રમેશભાઇ સામે ગુનો નોંધ્યો છે. સુરાએ દારૂ ઉતાર્યો હોવાની બાતમી ડી. સ્ટાફના એએસઆઇ બલભદ્રસિંહ જે. જાડેજા, કોન્સ. વિજય મેતા અને રોહિત કછોટને બાતમી મળતાં આ કામગીરી થઇ હતી. જો કે સુરો મળ્યો નહોતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી પૂર્વ એચ. એલ. રાઠોડની સુચના અને પી.આઇ. બી.ટી. વાઢીયાની રાહબરી હેઠળ પીએસઆઇ પી. ડી. જાદવ, એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. મુકેશભાઇ સબાડ, ભુપતભાઇ, કોન્સ. નરસંગભાઇ, વિજયભાઇ, કનુભાઇ, રોહિતભાઇ સહિતે દરોડો પાડ્યો હતો.

(3:31 pm IST)