રાજકોટ
News of Friday, 15th March 2019

સંગીત નૃત્ય નાટય મહા વિદ્યાલય દ્વારા શાસ્ત્રીય ગાયન તાલીમ શિબિર

રાજકોટ તા.૧પ : સંગીત નાયટ ભારતી સંચાલિત નૃત્ય નાટય મહાવિદ્યાલય, રાજકોટ દ્વારા આગામી ત. ૧ અને ર મેના રોજ બે દિવસીય શાસ્ત્રીય ગાયનની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

તાલીમ શિબિરમાં વિશેષજ્ઞ તરીકે રામપૂર-સહવાસન ઘરાનાના ઉસ્તાદ રાશિદખાનના વરિષ્ઠ શિષ્ય પંડિત પ્રસાદ ખાપરડે તાલીમાર્થીઓનેગાયકી વિશે ઉચ્ચ માર્ગદર્શન આપશે. તાલીમ શિબિર ચાર બેઠક તબકકામાં સવારે ૮ થી ૧૦-૩૦ અને સાંજે ૬થી ૮-૩૦ એમ બે દિવસ યોજાશે. પ્રથમ ત્રણ બેઠક તાલીમની અને અંતિમ બેઠક તાલીમાર્થી તથા વિશેષજ્ઞના શાસ્ત્રીય ગાયનની રજુઆતની રહેશે. સંસ્થાના હાલના તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી માટે રજીસ્ટ્રેશન ફી ૧૦૦૦ તથા અન્ય સંસ્થા કે ગુરૂજનોના વિદ્યાર્થી માટે ફી રૂ.૧ર૦૦ રહેશે રસ ધરાવતા વિદ્યાર્થીઓએ તા.૧૦ એપ્રિલ સુધીમાં સંગીત નૃત્ય નાટય મહાવિદ્યાલય, મ્યુનિસિપલ શાળા નં. ૧૯, સરદારનગર શેરી નં.૮, સરદારનગર મેઇન રોડ, રાજકોટ ખાતે સવારે ૮ થી ૧૧ અને સાંજે પ-૩૦ થી ૮ વચ્ચે રૂબરૂ સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી લેવા યાદીમાં જણાવાયું છે.

(11:51 am IST)