રાજકોટ
News of Thursday, 15th March 2018

રવિવારે 'ચેટીચાંદ' તથા કચ્છીના નવા વર્ષે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે નિઃશૂલ્ક ઓશો ધ્યાન શિબિર

હિના મા તથા દિલીપભાઇ ચંદવાણી સંગાથે સાધકો ભકિત સાગરમાં પુણ્યરૂપી ડૂબકી લગાવશે : નવા વર્ષ નિમિતે જમ્બો કેક કપાશે, કિર્તન, સંધ્યા સત્સંગ, ઝૂલેલાલ ઉત્સવ તથા મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો, નિતીનભાઇનું વિશેષ વ્યાખ્યાન

રાજકોટ તા. ૧પ :.. અહીયા ગોંડલ રોડ પર સ્વામી વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે આવેલા ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ઓશોના કિર્તન, ધ્યાન સત્સંગની સાથે સાથે વર્ષ દરમ્યાન અવાર-નવાર વિવિધ ધર્મોત્સવો થકી પણ સાધકોને પુણ્યતા તરફ વાળવાના અવિરતપણે પ્રયાસો થાય છે. ત્યારે રવિવારે ધર્મભીના માહોલમાં આસ્થાભેર ચેટીચંદ ઉત્સવ તથા કચ્છીનું નવું વર્ષ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે.  જેમાં ધર્મભીના કાર્યક્રમો સાથે 'આયોલાલ - ઝૂલેલાલ' ના નાદથી વાતાવરણ ખરા અર્થમાં 'ઝૂલેલાલ મયી' બની જશે.

સિન્ધી સમાજના તથા કચ્છી નવા વર્ષ નિમિતે તા. ૧૮ ને રવિવારના રોજ જાણીતા ઉદ્યોગપતી દિલીપભાઇ ચંદવાણી તથા હિનામાં ચંદવાણી દ્વારા હરસાલની માફક આ વર્ષે યોજાનારા  ચેટીચાંદ ઉત્સવ બપોરના ૩ થી રાત્રીના ૮-૩૦ દરમ્યાન ઓશો ધ્યાન શિબિરમાં ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, સંધ્યા ધ્યાન, જમ્બો કેક કટીંગ તથા મહાપ્રસાદ (હરિહર) નું આયોજન કરવામાં આવ્યું છે.

ચેટીચાંદ તથા કચ્છીના નવા વર્ષની ઉજવણીમાં સહભાગી થવા સૌ સાધકો તથા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને ઓશો સન્યાસી દિલીપ સ્વામી તથા હિના માએ  અનુરોધ કરેલ છે. મીસ્ત્રી નિતીનભાઇનું વિશેષ વ્યાખ્યાન આ શિબિરમાં રાખેલ છે.

સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રીજ પાસે, ૪ વૈદવાડી રાજકોટ.

વિશેષ માહિતી તથા એસએમએસ દ્વારા રજી. કરાવવા માટે :- સ્વામી સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬.

જયેશભાઇ કોટક : મો. ૯૪ર૬૯ ૯૬૮૪૩.

અશોકભાઇ રાવલ (મોરબી) મો. નં. ૮૪૬૯૭ ૬૦૯૪૭

(3:53 pm IST)