રાજકોટ
News of Saturday, 15th February 2020

અમેરિકા સ્થિત ગાંધી ફાઉન્ડેશનને રાજકોટ સ્મૃતિ હોલ માટે જગ્યા ફાળવવા મેયરને રજૂઆત

શહેરમાં આવેલા સંસ્થાના હોદ્દેદારોએ બિનાબેન આચાર્ય સાથે કરી શુભેચ્છા મુલાકાત

રાજકોટ તા. ૧૫ : દેશનાં રાષ્ટ્રપિતા પૂ. ગાંધી બાપુના સિદ્ઘાંતો સત્ય, અહિંસા તેમજ બ્રિટીશરો વિરુદ્ઘની સવિનય કાનુન ભંગ જેવી અદભુત ચળવળ પરથી પ્રેરણા લઇ અમેરિકામાં કાળા-ગોરાનાં ભેદભાવ વિરૂદ્ઘ ઐતિહાસિક આંદોલન ચલાવનાર ડાઙ્ખ.માર્ટીન લ્યુથર કિંગ જુનિયરનાં હોમટાઉન એટલાન્ટા (અમેરિકા) ખાતે સ્થિત ઙ્કગાંધી ફાઉન્ડેશન ઓફ યુ.એસ.એ.ઙ્ખનાં ચેરમેન સુભાષ રાજદાન તેમના પત્ની રાજ રાજદાન તેમજ ફાઉન્ડેશનનાં ટ્રેઝરર મોસિન ભારમલ તા.૧૩/૧૪ ફેબ્રુઆરી રાજકોટની મુલાકાતે આવેલ. દરમિયાન ગઈકાલ તા.૧૪નાં રોજ આ ડેલીગેશન મેયર બિનાબેન આચાર્યની શુભેચ્છા મુલાકાતે આવ્યું હતું.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયું છે કે, શુભેચ્છા મુલાકાત દરમ્યાન સુભાષ રાજદાનએ જણાવેલ કે, એટલાન્ટા ખાતેના કિંગ સેન્ટરનાં ફ્રીડમ હોલમાં પૂ. ગાંધીજીની પ્રતિમા અને અન્ય સ્મૃતિઓ રાખવામાં આવેલી છે. આ પ્રતિનિધિ મંડળે મેયરશ્રી સમક્ષ એવી રજૂઆત પણ કરી હતી કે, અહીં રાજકોટમાં યોગ્ય સ્થળે એક રૂમ ફાળવવામાં આવે તો માર્ટીન લ્યુથર કિંગ જુનિયર અને ગાંધી બાપુના સૈદ્ઘાંતિક અનુસંધાનથી વધુ ને વધુ લોકો પ્રેરિત થશે. ઉપરાંત અમેરિકા સહીત વિશ્વનાં અનેક રાષ્ટ્રનાં લોકો પ્રેરાશે અને ગાંધીજીના રાજકોટ સાથેના સંસ્મરણોથી લોકો વાકેફ થશે. આ ડેલીગેશને પૂ. મહાત્મા ગાંધી મ્યુઝીયમની મુલાકાત લીધેલ અને તેઓ ખુબજ પ્રભાવિત થયેલ.

(3:23 pm IST)