રાજકોટ
News of Saturday, 15th February 2020

ભકિતનગરના પોલીસમેન સ્વ. દિપકભાઇના પરિવારને રૂ.૧.૧૫ લાખની આર્થિક મદદ

ડીસીપી રવિમોહન સૈની, એસીપી રાઠોડ, પીઆઇ ગઢવીએ કર્મચારીઓએ એકઠી કરેલી રકમ દિપકભાઇના પિતાજી શામજીભાઇ ચોૈહાણને અર્પણ કરી

રાજકોટઃ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ દિપકભાઇ શામજીભાઇ ચોૈહાણનું તા.૧૩/૧ના રોજ ચાલીસ વર્ષની નાની વયે દુઃખદ અવસાન થયું હોઇ અને તેના પરિવારમાં બે દિકરીઓમાં એક દિકરી ધોરણ-૧૨માં, બીજી ધોરણ ૮માં ભણતી હોઇ તેમજ પાંચ વર્ષનો દિકરો પણ હોઇ પરિવારને મદદરૂપ થવા ભકિતનગર પોલીસ મથકના અધિકારી તથા કર્મચારીઓએ એકઠા મળી રૂ. ૧,૧૫,૦૦૦ની રકમ એકત્ર કરી હતી. આ રકમ ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈની અને એસીપી પૂર્વ એચ. એલ. રાઠોડ તથા પીઆઇ વી. કે. ગઢવીએ સ્વ. દિપકભાઇના પિતાજી શામજીભાઇને અર્પણ કરી હતી.  તેમજ અધિકારીઓએ દિપકભાઇના સંતાનોને અભ્યાસમાં કે બીજી કોઇ સમસ્યા વખતે મદદની જરૂર પડે તો મદદરૂપ થશે તેવું આશ્વાસન આપ્યું હતું.

(12:59 pm IST)