રાજકોટ
News of Friday, 15th February 2019

જમ્મુ-કાશ્મીરના પુલવામાં આત્મઘાતી હુમલાના શહીદોને બાર એસો.ની શ્રદ્ધાંજલી

રાજકોટ, તા. ૧પ : જમ્મુ કાશ્મીરના પુલાવામાં બાર ગામોમાં આતંકવાદીના આત્મઘાતી હુલામાં દેશના રપ જેટલા સી.આર.પી.એફ. ના જવાનો માર્યા ગયેલ હતાં અને ૪પ જેટલા જવાનો ઘાયલ થયેલ હતા. તેઓને રાજકોટ બાર એસો. દ્વારા શ્રદ્ધાંજલી પાઠવવામાં આવેલ છે.

આ આત્મઘાતી આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ દેશના વીર જવાનો-શહીદોને સલામ આપવા માટે રાજકોટ બાર એસોસીએશન દ્વારા શોક ઠરાવ કરી શહીદોની આત્માને પરમાત્મા શાંતિ અર્પે તેવા શુભ આશયથી ર મીનીટ મૌનનો કાર્યક્રમ રાજકોટ બાર એસોસીએશનના વકીલ રૂમમાં રાખવામાં આવેલ હતો જે કાર્યક્રમમાં રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમીતભાઇ ભગત, લાયબ્રેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નિશાતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ આર.એમ. વારોતરીયા, દિલીપભાઇ જોષી, શ્યામલભાઇ સોનપાલ, હેમાંગભાઇ જાની, જીતેન્દ્રભાઇ ગોસ્વામી, સંજય જોષી, અજય પીપળીયા, ધીમંતભાઇ જોષી, પૃથ્વીસિંહ જાડેજા, રવિ ધ્રુવ, યજુવેન્દ્રસિંહ જાડેજા, નીલેશ ગણાત્રા, નિરવ પંડયા, એન.ડી. જેઠવા, હાબીદભાઇ સોસન, અકરમ બેલીમ, ચંદ્રસિંહ તલાટીયા, કીશનભાઇ વાલવા, શૈલેષભાઇ વનાળીયા, ભાયાણીભાઇ ખોડાભાઇ સાકરીયા, બાલાભાઇ સેફાતરા વગેરે અનેક વકીલ મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશના વીર સપૂતોને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

(4:14 pm IST)