રાજકોટ
News of Friday, 15th February 2019

મકાન બાબતે સાસુ સાથે ચડભડ થતાં તૃપ્તીબેન હિરાણીએ એસીડ પી લીધુ

ગોંડલ રોડ આગમન સીટીનો બનાવ : વાળંદ પરિણિતા સારવારમાં

રાજકોટ, તા. ૧પ : ગોંડલ રોડ પર પરિન ફર્નીચર પાછળ આગમન સીટીમાં મકાન બાબતે ઝઘડો થતાં વાળંદ પરિણિતાએ એસીડ પી લેતા તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર આગમન સીટીમાં રહેતા તૃપ્તીબેન વિશાલભાઇ હિરાણી (ઉ.વ.ર૯) સવારે પોતાના ઘરે હતાં ત્યારે મકાન બાબતે સાસુ સાથે ચડભડ થતાં તૃપ્તીબેને એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તૃપ્તીબેનના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા. પતિ વિશાલભાઇ કોઠારીયા રોડ પર કામ કરે છે. આ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

મંચ્છાનગરમાં પિતા પર પુત્રનો હુમલો

મંચ્છાનગર મેઇન રોડ હનુમાન મંદિર શુલભ શૌચાલય સામે રહેતા રણજીતભાઇ હરિદાસભાઇ અગ્રાવત (ઉ.૩પ) રાત્રે પોતાના ઘરે હતા. ત્યારે પુત્ર રવિએ તેને લોટ માંગવા જવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલ થતાં પુત્ર રવિએ ઉશ્કેરાઇ જઇ લોખંડનો ચૂલો ફટકારી ઇજા કરી હતી બાદ તેને સારવાર માટે સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે બી-ડીવીઝન પોલીસે તપાસ આદરી છે.(૮.ર૧)

 

(3:42 pm IST)