રાજકોટ
News of Thursday, 15th February 2018

ઓપન સૌરાષ્ટ્ર ટી-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટના ફાઇનલ જંગમાં ટીમ ઇન્ડીયાનો ભવ્ય વિજય

લોયર્સ સ્પોર્ટસ ફાઉન્ડેશન દ્વારા સ્વ.શૈલેષ પરસોંડાના સ્મરણાર્થે યોજાયેલ

રાજકોટ, તા.,૧પઃ લોયર્સ સ્પોર્ટસ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ટી ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ તા. ર૧-૧-ર૦૧૮ના રોજ ટીમ ઇન્ડીયા તથા લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશન વચ્ચે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ માધવરાવ સિંધીયા મેદાનમાં રમાયેલ હતો. જેમાં લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશને પ્રથમ બેટીંગ કરી નિર્ધારીત ર૦ ઓવરમાં ૧રર રન કરેલ તેના જવાબમાં ટીમ ઇન્ડીયાએ બીજા બેટીંગમાં નિર્ધારીત ૧પ ઓવરમાં ૧ર૪ રન કરેલ. આમ ફાઇનલ જંગમાં ટીમ ઇન્ડીયાનો રોમાંચક વિજય થયેલ હતો.

આ ટુર્નામેન્ટમાં વિવિધ ખેલાડીઓને શિલ્ડ આપી સન્માનીત કરવામાં આવેલ જેમાં ફાઇનલ મેચના મેન ઓધ ધ મેચ કીશાન રામાણી, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ કિશન રામાણી, બેસ્ટ બેસ્ટમેન  જયવીર બારૈયા તથા બેસ્ટ બોલર કપીલ શુકલનો સમાવેશ થાય છે.

આ ટુર્નામેન્ટના ફાઇનલ મેચમાં રાજકોટના પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રી દેસાઇ એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શ્રી બાબી, રાવલ, બ્રહ્મભટ્ટ, ગોંડલના શ્રી પુરોહીત તેમજ શ્રી રાવલ તેમજ પ્રિન્સીપલ સીવીલ જજ શ્રી દવે, ચીફ સ્મોલ કોઝ જજશ્રી રાધનપુરા, ચીફ જયુડી મેજી. બ્રહ્મભટ્ટ, શ્રી શેખ, શ્રી ધાસુરા, શ્રી એસ.એસ.ત્રિવેદી, શ્રી બાકી સહીતના સીવીલ જજ સાહેબો ઉપસ્થિત રહેલ તેમજ લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશનના કન્વીનર તથા ગુજરાત બાર કાઉન્સીલરના ચેરમેન શ્રી દિલીપભાઇ પટેલ, લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશનના કન્વીનર શ્રી પિયુષભાઇ શાહ, હિતેશભાઇ મહેતા તથા રાજકોટ બાર એસોસીએશનના સીનીયર ધારાશાસ્ત્રીઓમાં સર્વશ્રી જયદેવભાઇ શુકલ, અનિલભાઇ દેસાઇ, અશોકસિંહ વાઘેલા, જીજ્ઞેશ જોષી, એન.જે.પટેલ, યતીનભાઇ ભટ્ટ, તરૂણભાઇ કોઠારી, કમલેશ શાહ, મુકેશભાઇ દેસાઇ, અર્જુનભાઇ પટેલ, આર.ડી.ઝાલા, રામદેવસિંહ ઝાલા, મહેશભાઇ ત્રિવેદી, સી.એચ.પટેલ, ભટ્ટજી, રોહીતભાઇ ધીયા, યોગેશભાઇ ઉદાણી, હરેશભાઇ દવે, એ.કે.જોષી, હીરેન ગજ્જર, સંદીપ વેકરીયા સહીતના સીનીયર્સ તેમજ  જુનીયર્સ ર૦૦ એડવોકેટો હાજર રહેલ હતા.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે નીચેના એડવોકેટ મિત્રોનો સહયોગ મળેલ પરેશભાઇ મારૂ, ઇન્દ્રસિંહ ઝાલા, ભગીરથસિંહ ડોડીયા, હરેશ પરસોંડા, કૌશીક પંડયા, અમીત વ્યાસ, ભાવેશ રંગાણી, હર્ષદ બારૈયા, ભાવીન બારૈયા, જે.બી.શાહ, મનીષ દવે, ભદ્રેશ વાળા, ચેતન પંજવાણી, તેજસ શાહ, મેહુલ મહેતા, રાજભા ડી.ગોહીલ, અજય ચાંપાનેરી, નીલેશભાઇ શુકલ, શૈલેષ ભટ્ટ, મયંકભાઇ પંડયા, જયકીશન છાંટબાર, વિશાલ ગોસાઇ, કેતનભાઇ જેઠવા, અભિષેક ગઢીયા, સંજય શાહ, જીતેન્દ્ર દેગામા, પિયુષ ઝાલા, વિવેક સાતા, દુર્ગેશ ધનકાણી, મકસુદભાઇ, જીતુભા જાડેજા, શૈલ્ેષ વનાળીયા, કપીલ શુકલ, રીપેન ગોકાણી, દિપકભાઇ અંતાણી, મનીશ ખખ્ખર, કેતન શાહ, દિલીપ ચાવડા, મહેન ગોંડલીયા તેમજ ડી.જે.ની વ્યવસ્થા લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશનના યુવા એડવોકેટશ્રી હિમાલય મીઠાણીએ કરેલ.

(5:03 pm IST)