રાજકોટ
News of Thursday, 15th February 2018

મહિલા પુરુષ સમોવડી બને તે માટે ભાજપે મહિલા સશકિતકરણને પ્રધાન્ય આપ્યું છેઃ અંજલીબેન

 રાજકોટઃ આગામી તા.૧૭ના શનિવારે વોર્ડ નં.૪ની પેટાચુંટણી યોજનાર છે ત્યારે વોર્ડ નં.૪ ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયાને અત્ર તત્ર તથા સર્વત્રથી આવકાર મળી રહયો છે. સર્વ સમાજ દ્વારા સમર્થન મળી રહયું છે. વોર્ડ નં.૪માં સોમનાથ સોસાયટી પાસે ૮૦ ફુટ રોડ ખાતે યોજાયેલ  મહિલા સંમેલનમાં અંજલીબેન રૂપાણી, ડો. જૈમન ઉપાધ્યાય, કિશોર રાઠોડ, રક્ષાબેન બોળીયા, બીનાબેન આચાર્ય, કાશ્મીરાબેન નથવાણી, નયનાબેન  પેઢડીયા, ડો. દર્શીતાબેન શાહ, કીરણબેન માકડીયા, પુનીતાબેન પારેખ, કંકુબેન ઉધરેજા, સોનલબેન ચોવટીયા, પરેશ પીપળીયા સહિત ઉપસ્થિત રહયા હતા. સ્વાગત પ્રવચન નયનાબેન પેઢડીયાએ, આભારવિધી પુનિતાબેન પારેખે કરી હતી તેમજ આ તકે ડો. જૈમન ઉપાધ્યાય , કાશ્મીરાબેન નથવાણી, ભાજપના ઉમેદવાર પરેશ પીપળીયાએ સંબોધન કર્યું હતુ કે  અંજલીબેન રુપાણીએ જણાવ્યું હતું. રાજયની ભાજપા સરકાર દ્વારા મહિલા સશકિતકરણને વેગ મળે અને મહિલાઓ પગભર થાય તેવા આશયથી અનેકવિધ યોજનાઓ અમલમાં લાવવામાં આવી છે.  અને મહિલા પુરુષ સમોવડી બને તે માટે ભાજપે હંમેશા મહિલા સશકિતકરણને પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે મહિલાઓ હંમેશા ભાજપની સાથે  છે અને ઉમેદવાર પરેશ પીપળીયાને જંગી લીડથી વિજય અપાવશે.

(4:23 pm IST)