રાજકોટ
News of Thursday, 15th February 2018

કોંગી ઉમેદવાર જો ચૂંટાઈ જાય તો કોર્પોરેશનમાંથી મળતુ વેતન નહિં લ્‍યે : સેવા અર્થે આપી દેશે

પાટીદાર અને ઓબીસી સમાજ ભાજપથી નારાજ છે : વશરામ સાગઠીયા

રાજકોટ : વોર્ડ-૪ની પેટાચુંટણીમાં જ્ઞાતિ-જાતી અને સમાજને સામસામે મૂકી દેવાની ભાજપની મોટી રાજરમત શરુ કરી છે પરંતુ મતદારો ભાજપની ગંદી ચાલને ઓળખી ગઈ છે. એક મોટા સમૂહના સમાજ સામે પાટીદારોને ભીડવી દેવાનો હિન્ન પ્રયાસ કર્યો છે ત્‍યારે મતદારોએ હવે ભાજપની રમતને ઓળખી લેવી પડશે. તેમ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રજપૂત, વિપક્ષી નેતા વશરામ સાગઠીયા અને મિતુલ દોંગાએ એક નિવેદનમાં જણાવ્‍યું છે.

ભાજપે હાર-જીતના ગણિતમાં વોર્ડને મોટું નુકશાન કર્યું હોય તેવું જણાય રહ્યું છે. હાર-જીતની રાજરમતમાં ભાજપ પાટીદાર સમાજને ટીકીટ ફાળવી છે. પરંતુ વોર્ડમાં વસતા લોકોનો વિચાર કર્યો નથી. વિકાસનો વિચાર કર્યો નથી. અને વોર્ડને મોટું નુકશાન પહોચાડ્‍યું નથી માટે પાટીદાર સમાજ અને ઓ.બી.સી. સમાજ ભાજપથી નારાજ છે. ભાજપની મેલી મુરાદ લોકોને હવે ખબર પડી ગઈ છે ત્‍યારે વોર્ડ - ૪માં કોંગ્રેસની જીત નિશ્ચિત છે ગઢ અકબંધ  રહેશે.કોંગ્રેસના યુવા ઉમેદવાર કૈલાશ નકુમએ  મતદાન પહેલા જ જાહેરાત કરી ચુક્‍યા છે કે, કોર્પોરેશન તરફ થી મળતું માનદવેતન લઈશ નહિ અને જે વેતન ને ક્રાંતિ માનવ ચેરીટેબલ ટ્રસ્‍ટના સ્‍મશાનમાં સેવાના અર્થે આપી દઈશ અને લોકોની વચ્‍ચે જ  રહીશ. મારો મોબાઈલ ૨૪કલાક ચાલુ જ રાખીશ. માનવીય અભિગમ ક્‍યારેય ભૂલીશ નહિ.

 

 

(4:10 pm IST)