રાજકોટ
News of Thursday, 15th February 2018

હેવ વીથ હેપીનેશ દ્વારા સંગીત સંધ્‍યા

 કાલાવડ રોડ પરની આત્‍મીય કોલેજના ઓડીટોરીયમમાં તાજેતરમાં હેવ વીથ હેપીનેશ, સુરક્ષા સેવા સુતુ સોસાયટીના સંયુકત ઉપક્રમે સંગીત સંધ્‍યા તળે નવા જુના ગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન માજી સૈનીકો અને શહીદ જવાનોની વીરતાને યાદ કરી તેમના પરિવારનોને મોમેન્‍ટો આપી સન્‍માનીત કરાયા હતા. જાણીતા કલાકાર ભાસ્‍કરભાઇ શુકલ, વિધીતાબેન શુકલા તેમજ એંકર તરીકે જુલીબેન ઢોલીયાએ સેવા આપી કાર્યક્રમને દિપાવ્‍યો હતો. કાર્યક્રમમાં શહેર ભાજપ મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, અભયભાઇ ભારદ્વાજ, રામભાઇ મોકરીયા, રાજુભાઇ ધારૈયા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, શહેર ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ નયનાબેન પેઢડીયા, માધવભાઇ દવે, વોર્ડ નં. ૧૦ ના પ્રભારી કિરણબેન માકડીયા, જિલ્લા ભાજપ મીડીયા અગ્રણી હિરેનભાઇ જોષી, જયેશભાઇ પંડયા, દિપકભાઇ ભટ્ટ, વોર્ડ નં. ર ભાજપ પ્રમુખ રાજેન્‍દ્રસિંહ ગોહિલ, મહામંત્રી જયસુખભાઇ પરમાર, યુવા ભાજપ પ્રમુખ વોર્ડ નં. ૨ ના ભાવેશ ટોયટા, ઉપપ્રમુખ નિમેષ સિધ્‍ધપુરા, સતીષભાઇ રાવલ, પ્રદિપભાઇ બોરીસાગર, નિરંજનભાઇ દવે, પંકજભાઇ રાવલ, રીટાયર્ડ કેપ્‍ટન જયદેવભાઇ જોષી અને ટીમ સહીતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેલ. સમગ્ર આયોજન હેવ વીથ હેપીનેશના પ્રમુખ મેહુલભાઇ ધોળકીયા, મહામંત્રી નિヘલભાઇ જોષી, ખજાનચી નૈમિષભાઇ કનૈયા, રાકેશભાઇ શીલુ, તૃપ્‍તીબેન જાદવ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:02 pm IST)