રાજકોટ
News of Thursday, 15th February 2018

જૂગાર રમતાં પાંચ મહિલા અને એક પ્રોૈઢ પકડાયા

પેડક રોડ પર આવાસ યોજના કવાર્ટરના પાર્કિંગમાં બી-ડિવીઝન પોલીસનો દરોડોઃ ૨૩૫૪૦ની રોકડ કબ્જે

રાજકોટ તા. ૧૫: પેડક રોડ પર આવાસ યોજના કવાર્ટર જે બ્લોકના પાર્કિંગમાં જૂગાર રમાતો હોવાની માહિતી પરથી બી-ડિવીઝનના એએસઆઇ કે. આર. ચોટલીયા સહિતના સ્ટાફે દરોડો પાડી પાંચ મહિલા સહિત છને પકડી લીધા હતાં.

પોલીસે ચમન સવાભાઇ સોલંકી (ઉ.૫૫-રહે. લોહાનગર ટેલિફોન એક્ષચેન્જ પાસે), જમુબેન ગિરીશભાઇ દુલેરા (ઉ.૪૫-રહે. રહે. શાપર શિતળા મંદિર પાસે), વિજ્યાબેન વિરજીભાઇ મેરાણ (ઉ.૪૦-રહે. રામનાથપરા-૭), સવિતાબેન કરસનભાઇ વાઘેલા (ઉ.૬૦-રહે. પેડક રોડ આવાસ યોજના કવાર્ટર), અંજુબેન મોહનભાઇ વાઘેલા (ઉ.૪૨-રહે. તોપખાના-૫ ) તથા હંસાબેન ઠીનુભાઇ બેરડીયા (ઉ.૫૦-રહે. પેડક રોડ આવાસ કવાર્ટર બ્લોક નં. ૩)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૨૩૫૪૦ની રોકડ તથા ગંજીપાના કબ્જે લીધા હતાં.

દરોડામાં હેડકોન્સ. વિરમભાઇ ધગલ, પ્રકાશભાઇ, કેતનભાઇ, મહેશભાઇ, નિશાંતભાઇ, હમીરભાઇ, મહિલા કોન્સ. શબાનાબેન સહિતના દરોડામાં જોડાયા હતાં.

(12:38 pm IST)