રાજકોટ
News of Thursday, 15th February 2018

તારા પ્લોટમાં મારે મકાન બનાવવું છે ખાલી કરી નાંખ...કહી રમેશભાઇ કોળી પર હુમલો

માંડા ડુંગર પાસે પીઠડઆઇ સોસાયટીમાં રણછોડ કોળી, ઠુમર કોળી અને અજાણ્યા શખ્સની લુખ્ખાગીરીઃ ખૂનની ધમકી પણ દીધીઃ આજીડેમ પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૫: આજીડેમથી આગળ માંડા ડુંગર પાછળ પીઠડઆઇ પાર્કમાં રહેતાં રમેશભાઇ નરસીભાઇ કુમરખાણીયા (કોળી) (ઉ.૪૮)નો આઠેક લાખનો પ્લોટ પચાવી પાડવા બાબતે બે કોળી શખ્સો સહિત ત્રણ જણાએ માર મારી પતાવી દેવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. રાજેશભાઇ મેર અને જયંતિભાઇએ રમેશભાઇની ફરિયાદ પરથી પીઠડ આઇ સોસાયટીમાં જ રહેતાં રણછોડ કોળી અને અજાણ્યા શખ્સ તેમજ ઠુમર કોળી સામે ગુનો નોંધ્યો છે. રમેશભાઇ કારખાનામાં કામ કરે છે. તેણે કહ્યું હતું કે તેનો ૧૧૨ વારનો સુચિત પ્લોટ આ સોસાયટીમાં જ આવેલો છે. જેની હાલની કિંમત આઠેકલ લાખ જેવી થાય છે. આ પ્લોટ રણછોડ કોળીને પચાવી પાડવો હોઇ તે ઇરાદાથી ડખ્ખો કરી ગાળો દઇ હુમલો કર્યો હતો. અગાઉ પણ તેણે આ પ્લોટમાં પોતાને મકાન બનાવવું છે તેમ કહી ડખ્ખો કર્યો હતો.

(12:34 pm IST)