બાળ પ્રતિભા સ્પર્ધાના વિજેતાઓ
ભરત બાયલ એક જાગૃત નાગરીક લેખક તથા દિગ્દર્શક-બાળકોમાં રહેલી સુસુપ્ત શકિતઓને ઉજાગર કરી બાળકોમાં અવનવ કૌશલ્ય વિકસાની કુમળી વયના બાળકોને કલાના પવિત્ર માર્ગે આગળ વધારવાનું કાર્ય કરે છે. વર્ષ ર૦૧૭-૧૮માં તેમના વિદ્યાર્થીઓએ અવનવી સ્પર્ધાઓમાં રર રેન્ક મેળવેલ છે. ર૭ જાન્યુઆરી ર૦૧૮ ના રોજ ગુજરાત રાજયના રમ્મત-ગમ્મત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાયેલ બાળ પ્રતિભા શોક રાજયકક્ષાની સ્પર્ધામાં મારી વિદ્યાર્થીની તથા તપોવન સ્કુલમાં ભણતી પટેલ કેશા જેણે એકપાત્રીય અભિનય સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી રાજકોટ શહેરનું નામ રોશન કર્યું છે. ૭ ફેબ્રુઆરીના રોજ સિસ્ટર નિવેદિતા સ્કુલમાં યોજાયેલ સંસ્કૃત સપ્તાહમાં સંસ્કૃત ભાષા એકપાત્રીય અભિનય સ્પર્ધામાં ભરત બાયલના વિદ્યાર્થી મારકણા જીલ કે તેમણે પ્રથમ નંબર મેળવી સંસ્કૃત ભાષાનું ગૌરવ વધારેલ છે.