રાજકોટ
News of Wednesday, 14th February 2018

દેશળ ભગત એજ્યુ. ટ્રસ્ટ દ્વારા રવિવારે સમૂહલગ્નઃ ૧૬ નવયુગલ પ્રભુતામાં પગલા પાડશે

કરીયાવરમાં દિકરીઓને ૧૦૧ વસ્તુઓ અપાશે : રકતદાન કેમ્પનું પણ આયોજન

રાજકોટ, તા. ૧૪ : શ્રી દેશળભગત એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મવડી પ્લોટ, રાજકોટ દ્વારરા તા.૧૮ના રવિવારના રોજ સમૂહલગ્નનું આયોજન કરેલ છે. આ સમૂહલગ્નમાં કચ્છ - સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાંથી દિકરા - દિકરીઓએ ભાગ લીધેલ છે. આ સમૂહલગ્નમાં ૧૬ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે. કરીયાવરમાં દિકરીઓને ૧૦૧ વસ્તુઓ આપવામાં આવશે. આશરે ૧૦૦થી વધારે વસ્તુઓ કરીયાવર સ્વરૂપે આપવામાં આવી છે. આ સમૂહલગ્નને દિપાવવા સાધુ સંતો તથા સમાજના હોદ્દેદારો હાજરી આપશે.

આ તકે એક મહારકતદાન કેમ્પનું પણ આયોજન કરેલ છે. જેનું સંચાલન મયુરભાઈ ભુપતભાઈ ખેરૈયા તથા વિજયભાઈ ભરતભાઈ સોલંકી સંભાળશે.

સમૂહલગ્ન સ્થળ : મશાલા માર્કેટ ગ્રાઉન્ડ, નંદનવન પાર્ટી પ્લોટ સામે, નાના મવા ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ, રાજકોટ.

આયોજનને સફળ બનાવવા સર્વેશ્રી ભલાભાઈ બી. ચૌહાણ, રમેશભાઈ એમ. ચૌહાણ, પ્રવિણભાઈ કે. રાઠોડ, રણજીતભાઈ કે. ડાભી, વજુભાઈ એમ. ચૌહાણ, નટુભાઈ આર. મારૂ, પ્રતાપભાઈ ડોડીયા, મુકેશ વાઘેલા, નીતિનભાઈ કબર, દિનેશભાઈ ચૌહાણ, હિરેનભાઈ રાઠોડ, રતીભાઈ જાદવ, જીવણભાઈ ચૌહાણ, જેન્તીભાઈ જાદવ, જેન્તીભાઈ ડાભી, યોગેશભાઈ ડી. ગોહેલ અને પ્રવિણભાઈ ભટ્ટી જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:17 pm IST)