રાજકોટ
News of Wednesday, 14th February 2018

સ્લમ કવાર્ટરમાં દારૂ પીવા પૈસા માંગી સફાઇ કામદાર મહિલા પર હુમલો

લાભુબેન પુત્ર સાથે બાઇકમાં નીકળ્યા ત્યારે રાહુલ અને રોહિતે આંતરી હુમલો કર્યો

રાજકોટ તા. ૧૪: જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં લાખાબાપાની વાડી પાસે રહેતાં અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં લાભુબેન અમરશીભાઇ ઝાલા (ઉ.૪૫) નામના વાલ્મિકી મહિલા ગત સાંજે પુત્ર અનિલ (ઉ.૨૦)ના બાઇકમાં બેસીને ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે રસ્તામાં રાહુલ હરેશભાઇ અને રોહિત નલીનભાઇ ચોૈહાણે આંતરી ઝઘડો કરી પાઇપથી હુમલો કરતાં લાભુબેનને ડાબા હાથે ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. લાભુબેનના સગા મનિષભાઇના કહેવા મુજબ રાહુલ અને રોહિતે દારૂ પીવા પૈસા માંગતા લાભુબેન અને તેના પુત્રએ ન આપતાં બંનેએ હુમલો કર્યો હતો.

સામા પક્ષે રાહુલ પણ દાખલ થયો

સ્લમ કવાર્ટરમાં રહેતો રાહુલ હરીશભાઇ પરમાર (વાલ્મિકી) (ઉ.૨૦) પણ પોતાના પર લાભુબેનના પતિ અમરશીભાઇ ઝાલા અને હેમત ઝાલાએ હુમલો કર્યાની ફરિયાદ સાથે સિવિલમાં સારવાર લીધી હતી.

(12:35 pm IST)