રાજકોટ
News of Saturday, 15th January 2022

સુભાષચંદ્ર બોઝ જન્‍મ જયંતી નિમિતે યુવા ભાજપ દ્વારા કાલથી ૧૦ દિવસ જુદા જુદા વોર્ડમાં તબક્કાવાર રકતદાન કેમ્‍પ

રાજકોટ તા. ૧પઃ શહેર યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાની સંયુકત યાદીમાં જણાવાયું છે કે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો. પ્રશાંતભાઇ કોરાટના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરમાં ભાજપ યુવા મોરચા દ્વારા આગામી તા. ર૩ના આઝાદીના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મ જયંતી નિમિતે રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવનાર હોય, તે અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચા યુવા મોરચા દ્વારા પણ આયોજન કરાયું છે.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ આવતીકાલ તા. ૧જ્ઞ થી તા. ર૬ સુધી શહેરના તમામ વોર્ડમાં તબકકાવાર મેગા રકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવશે. રકતદાન કેમ્‍પ થકી ૧૮૦૦ થી વધુ બોટલ રકત એકત્ર કરવામાં આવશે.
જે અંતર્ગત તા. ૧૬ના વોર્ડ નં. પ માં હુડકો કવાર્ટર કોમ્‍યુ. હોલ ખાતે સાંજે ૪ થી ૭, વોર્ડ નં. ૭ માં પંચનાથ મંદિર ખાતે સવારે ૯ થી ૧, વોર્ડ નં. ૧૦ માં નંદનવન હોલ ખાતે સવારે ૯ થી ૧, તા. ૧૯ના વોર્ડ નં. ૮ માં વોર્ડ ભાજપ કાર્યાલય ખાતે સવારે ૯ થી ૧, વોર્ડ નં. ૧ર માં કારડીયા રજપુત સમાજ વાડી ખાતે સવારે ૯ થી ૧, વોર્ડ નં. ૧પ માં મોહનભાઇ સરવૈયા હોલ ખાતે સવારે ૯ થી ૧ તેમજ તા. રર ના વોર્ડ નં. ૪ માં બંધુલીલા પબ્‍લીક સ્‍કુલ ભગવતીપરા ખાતે સવારે ૯ થી ૧, વોર્ડ નં. ૧૧ માં જયોતી કોમ્‍પલેક્ષ, મવડી ખાતે સવારે ૯ થી ૧ રકતદાન કેમ્‍પ યોજાશે.
તા. ર૩ના વોર્ડ નં. ૧ માં ધર્મેશ્‍વર મહાદેવ, ધરમનગરમાં સવારે ૯ થી ૧, વોર્ડ નં. ૩ માં દેવી હોલ, પોપટપરા ખાતે સાંજે ૪ થી ૭, વોર્ડ નં. ૬ માં સાંદિપની સ્‍કુલ, સંતકબીર રોડ ખાતે સવારે ૯ થી ૧, વોર્ડ નં. ૧૩ માં સ્‍વામીનારાયણ ચોક ખાતે સવારે ૯ થી ૧, વોર્ડ નં. ૧૪ માં પવન પુત્ર ચોક ખાતે સવારે ૯ થી ૧, વોર્ડ નં. ૧૭ માં શુભમ સ્‍કુલ ખાતે સવારે ૯ થી ૧ રકતદાન કેમ્‍પ યોજાશે.
જયારે તા. ર૬ના વોર્ડ નં. ર માં મહર્ષી શાળા નં. પ૯, બજરંગવાડી ખાતે સવારે ૯ થી ૧, વોર્ડ નં. ૧૮ માં બ્રહ્માણી હોલ, કોઠારીયા રોડ ખાતે સવારે ૯ થી ૧, વોર્ડ નં. ૯ માં અક્ષર સ્‍કુલ ખાતે સવારે ૯ થી ૧ રકતદાન કેમ્‍પ યોજાશે.  આમ આ મેગા રકતદાન કેમ્‍પમાં શહેરના યુવા વર્ગને બહોળી સંખ્‍યામાં રકતદાન કરી ‘રકતદાન એ જીવન દાન'ના મંત્રને ચરિતાર્થ કરવા અપીલ કરતા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટિલવા, મહામંત્રી કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયાએ જણાવેલ હતું.

 

(4:39 pm IST)