રાજકોટ
News of Saturday, 15th January 2022

૧૪ પર બોટલ ઇંગ્‍લીશ દારૂની હેરાફેરીના કેસમાં આરોપીની જામીન અરજી નામંજુર

રાજકોટ, તા. ૧પ :  ૧૪પર બોટલ ઇંગ્‍લીશ દારૂની હેરાફેરીમાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.
ગત તા. ૩-૩-ર૦ર૦ ના રોજ આજીડેમ પોલીસે ૧૪પર-બોટલ ઇંગ્‍લીશ દારૂ સાથે આરોપીઓને પકડી પાડેલ તે ગુન્‍હામાં નાસતો ફરતો આરોપી ચતુર શીવાભાઇ પલાળીયાને પોલીસે પકડી જેલ હવાલે કરેલ.
જેલમાંથી આરોપી ચતુર શીવાભાઇએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ્‍ધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે અગાઉ પણ અનેક ગુન્‍હા નોંધાયેલ છે. અને તેને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્‍હા કરશે તો રજુઆતને ધ્‍યાને લઇ સેસન્‍સ જજશ્રી બી.બી. જાદવે જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી મુકેશ પીપળીયા રોકાયા હતા.

 

(4:04 pm IST)