રાજકોટ
News of Saturday, 15th January 2022

મધુવન સોસાયટીમાંથી જુગાર રમતા પકડાયેલ આરોપીઓનો નિર્દોષ-છુટકારો

રાજકોટ, તા. ૧પ :  અત્રે ક્રાઇમ બ્રાન્‍ચે પકડેલ જુગારનાં ગુનામાં આરોપીઓનો નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ હતો.
આ બનાવની વિગત એવી છે કે આ કામના ફરીયાદી ડી.સી.બી. પોલીસ સ્‍ટેશનના હેડ કોન્‍સ્‍ટેબલ હરદેવસિંહ જાડેજા તથા પી.એસ.આઇ. મહેશ્વરી વિગેરે સ્‍ટાફના માણસો નાઇટ રાઉન્‍ડ પેટ્રોલીંગમાં હતા ત્‍યારે સ્‍ટાફના માણસોને એવી બાતમી મળેલ કે, ૧પ૦ ફૂટ રીંગ રોડ ઉપર મધુવન સોસાયટીમાં માણસો ભેગા થઇ ગંજીપાના વડે જુગાર રમે છે. જેથી તેઓએ બાતમી વાળી જગ્‍યાએ રેડ કરતા (૧) અશ્વિન હરીભાઇ પટેલ (ર) દિલીપ રામજીભાઇ કોરડીયા (૩) રમેશચંદ્ર નરશીભાઇ કોરડીયા (૪) નિલેશ લક્ષ્મીદાસ મારડીયા (પ) રાજેશ નરશીભાઇ કોરડીયા (૬) કિશોર નરશીભાઇ કોરડીયા (૭) દર્શન અમૃતલાલ બાથાણી (૮) રમેશ વાલજીભાઇ હીરાણી બધા જુગાર રમતા મળી આવતા તેઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
ત્‍યારબાદ ઉપરોકત કેસ ચાલતા કોર્ટમાં મૌખીક પુરાવાઓ તથા દસ્‍તાવેજી પુરાવા ફરીયાદ પક્ષે રજુ રાખેલ હતા. સર્વોચ્‍ચ અદાલતના પ્રતિપાદીત થયેલ સિધ્‍ધાત મુજબ જયારે અન્‍ય કોઇ સ્‍વતંત્ર સાહેદ તપાસેલા ન હોય અને પંચ સાહેદ હોસ્‍ટાઇલ થયેલા હોય ત્‍યારે માત્ર તપાસ કરનાર અધિકારી તથા પોલીસ સાહેદોને જુબાનીને કારણે આરોપીને તકસીરવાન ઠરાવી શકાય નહીં. જે ધ્‍યાને લઇ નામદાર કોર્ટે આઠેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ હતો.
આ કામમાં આરોપી સાતેય આરોપીઓ વતી રાજકોટના ધારાશાષાી અમીત એન. જનાણી, જીતેન્‍દ્રસિંહ પરમાર, ઇકબાલ થૈયમ રોકાયેલા હતા.

 

(4:03 pm IST)