રાજકોટ
News of Saturday, 15th January 2022

આવતીકાલથી રાજકોટ-કોઈમ્બતુર ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૃટ પર દોડશે

રાજકોટ, તા. ૧૫ ઃ. દક્ષિણ પશ્ચિમ રેલવે ના માલુગુર સ્ટેશન પાસે રેલવે અંડર બ્રિજના બાંધકામ માટે લેવાયેલા બ્લોક ના કારણે રાજકોટ ડિવિઝનમાં થી પસાર થતી બે ટ્રેન આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૃટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી અભિનવ જેફ એ જણાવ્યા અનુસાર, ડાયવર્ટ કરાયેલા રૃટ પર દોડતી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે  ૧. ટ્રેન નંબર ૧૬૬૧૩ રાજકોટ-કોઈમ્બતુર ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ ગુંટકલ-રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-તિરુપત્ત્।ુર-સાલેમ ના ડાયવર્ટ રૃટ પર દોડશે. આ ટ્રેન જયાં નહીં જાય તેમાં ગુત્ત્।ી, અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલાહંકા, કૃષ્ણરાજપુરમ અને બંગારપેટ સ્ટેશન નો સમાવેશ થાય છે.

૨. ટ્રેન નંબર ૧૯૫૬૭ તુતીકોરિન-ઓખા વિવેક એકસપ્રેસ ૧૬મી જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ સાલેમ-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા-ગુંટકલ ના ડાયવર્ટ કરેલા રૃટ દ્વારા દોડશે. આ ટ્રેન જયાં નહીં જાય તેમાં બંગારપેટ, કૃષ્ણરાજપુરમ, યેલાહંકા, હિન્દુપુર, ધર્માવરમ અને અનંતપુર સ્ટેશન નો સમાવેશ થાય છે.

રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોકત ફેરફારો ને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૃ કરે અને ટ્રેનો ના સંચાલન ને લગતા નવીનતમ અપડેટ્સ માટે   www.enquiry.indianrail.gov.in    ની મુલાકાત લે જેથી કરીને  કોઈ અસુવિધા ન થાય.

(3:46 pm IST)