રાજકોટ
News of Saturday, 15th January 2022

પોલીસ ખાતાની પરીક્ષાર્થીની બહેનો માટે ગાયત્રીબા વાઘેલા દ્વારા ભોજન-આવાસની વ્યવસ્થા

રાજકોટ ઃ ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા દ્વારા મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ રાજયમા ચાલી રહેલી પોલીસ ભર્તિની પરીક્ષાની ગ્રાઉન્ડ ટેસ્ટ માટે ગુજરાતના જુદ-જુદા જીલ્લાઓ અને ગામડાઓમાંથી રાજકોટ શહેરમાં આવેલ પરીક્ષાર્થી બહેનો માટે પરીક્ષાની નજીકના સ્થળે આવેલ ખોડિયાર આશ્રમ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા કરી સૌને પરીક્ષાઓની શુભકામનાઓ પાઠવી હતી.

(3:42 pm IST)