રાજકોટ
News of Saturday, 15th January 2022

બાઇકમાં મોટા અવાજે હોર્ન વગાડવાની ના પાડતાં રાજેશભાઇ પર ધોકાવાળી

કાલાવડના છાપરાનો બનાવઃ ઘાયલ યુવાનને રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૧૫ઃ કાલાવડના છાપરા ગામે રહેતાં અને છુટક મજૂરી કરતાં રાજેશ જેન્તીભાઇ બાવરીયા (ઉ.વ.૩૧) પર સંક્રાંતની સાંજે ગામના જ દિલીપ ભરવાડ, તેના પિતા ભીખાભાઇ અને મેહુલ નામના શખ્સે ધોકાથી હુમલો કરી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.રાજેશન સગાના કહેવા મુજબ ઘર પાસેથી દિલીપ હોન્ડા લઇ મોટા અવાજે એરહોર્ન વગાડતો હોઇ તેને આવું કરવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો.

(3:07 pm IST)