રાજકોટ
News of Saturday, 15th January 2022

માજોઠીનગરમાં ઘરમાંથી ૭૨ હજારના દારૃ સાથે સોહિલ પકડાયોઃ ઇમરાનની શોધખોળ

દારૃની હેરાફેરી કરે એ પહેલા ક્રાઇમ બ્રાંચના દેવાભાઇ ધરજીયા, નિતેશભાઇ બારૈયાની બાતમી પરથી પીએસઆઇ પી. બી. જેબલીયા અને ટીમનો દરોડો

રાજકોટ તા. ૧૫ઃ ઉતરાયણના તહેવાર અંતર્ગત દારૃની બદ્દી અટકાવવા ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી એંસી ફુટ રોડ અમુલ સર્કલ પાસે માજોઠીનગરના એક મકાનમાં દરોડો પાડી હાથીખાનાના એક શખ્સને રૃા. ૭૨ હજારના ૧૮૦ બોટલ દારૃ સાથે પકડી લીધો હતો. માજોઠીનગરનો શખ્સ દરોડો પડતાં ભાગી ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ડીસીબીના નિતેશભાઇ બારૈયા અને દેવાભાઇ ધરજીયાને બાતમી મળી હતી કે માજોઠીનગરના મકાનમાં ઇમરાન ઉર્ફ ઇમલો બાઠીયો દિલાવરભાઇ કુરેશી અને હાથીખાનાનો સોહિલ આમદભાઇ કુરેશી દારૃનો જથ્થો રાખીને બેઠા છે તેમજ હેરફેર કરવાની તૈયારીમાં છે. આ માહિતીને આધારે દરોડો પાડવામાં આવતાં ઇમરાન ઉર્ફ ઇમલો ભાગી ગયો હતો. મકાનમાંથી સોહિલ કુરેશી મળ્યો હતો. તપાસ કરતાં બાથરૃમમાં છુપાવેલો રૃા. ૭૨ હાજરનો ૧૮૦ બોટલ દારૃ મળતાં તે કબ્જે કરી સોહિલની ધરપકડ કરી એક મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો હતો.

આ દારૃનો જથ્થો ઇમરાન ઉફૃ ઇમલાએ ઉતાર્યો હતો. પોતે તેનો ભાગીદાર હોવાનું સોહિલે કબુલ્યું હતું. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરી અને પીઆઇ વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. જીજ્ઞેશભાઇ મારૃ, સુભાષભાઇ ઘોઘારી, અંશુમનભા ગઢવી, કોન્સ. દેવાભાઇ ધરજીયા, નિતેશભાઇ બારૈયા, મૈસુરભાઇ કુંભારવાડીયાએ આ કામગીરી કરી હતી.

(2:45 pm IST)