રાજકોટ
News of Saturday, 15th January 2022

જાહેરનામાનો ભંગ કરતા ૨૨ બસ ચાલકો વિરૂધ્‍ધ રાજકોટ ટ્રાફિક બ્રાન્‍ચની કાર્યવાહી

૭૫ ટકા કરતા વધુ મુસાફરો બેસાડયા હતાં

રાજકોટ તા. ૧૫: વિશ્વભરમા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ને વર્લ્‍ડ હેલ્‍થ ઓર્ગેનાઇજેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ હોઇ સંક્રમણ અટકાવવા તકેદારીના ભાગ રૂપે સોશીયલ ડિસ્‍ટન્‍સ જાળવવા અંગેનુ કેન્‍દ્ર સરકાર અને રાજય સરકારની ગાઈડ લાઈનના આધારે મે પોલીસ કમિશનરશ્રી રાજકોટ શહેર નાઓએ બસોમા ૭૫્રુ ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવા નહી તેવુ જાહેરનામુ -સિધ્‍ધ થયેલ હોય તેમ છતા બસોમા ૭૫્રુ ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડી જાહેર રોડ ઉપર નીકળતા રર બસ ચાલકો વિરુધ્‍ધ કાર્યવાહી ટ્રાફિક શાખાના અધિકારી/કર્મચારીઓ દ્વારા જાહેરનામાંના કેસો પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યાનું એસીપી ટ્રાફિક વી.આર. મલ્‍હોત્રાએ જણાવ્‍યું છે.

 

(1:16 pm IST)