રાજકોટ
News of Saturday, 15th January 2022

બ્રહ્મસમાજ ચોકમાંથી નુરાનીપરાનો જુનેદ ૬ બોટલ દારૂ સાથે પકડાયો

રાજકોટ તા. ૧૫: મકરસંક્રાંતિ નિમીતે ગાંધીગ્રામ પોલીસની ટીમ દારૂના કેસ શોધવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા તથા ગોપાલભાઇ પાટીલને મળેલી બાતમી પરથી રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક પાસેથી જુનેદ રજાકભાઇ દહેલુસ (ઉ.૨૦ રહે નુરાનીપરા બ્રહમસમાજ ચોક, મોહમદભાઇ આરબના મકાનમાં રૈયારોડ રાજકોટ મુળ તળામોલા લીંબડી જી.સુરેન્‍દ્રનગર)ને રૂા. ૩ હજારના ૬ બોટલ દારૂ સાથે પકડી લીધા હતો. ઉચ્‍ચ અધિકારીઓ અને એસીપી પી.કે.દિયોરાની સુચના મુજબ આ કામગીરી પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ જે. જી. રાણા, હેડકોન્‍સ. ખોડુભા જાડેજા, કોન્‍સ. ભરતભાઇ ચોૈહાણ, વનરાજભાઇ લાવડીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ અને દિનેશભાઇએ કરી હતી.

 

(1:14 pm IST)