રાજકોટ
News of Saturday, 15th January 2022

ત્રંબામાં કડીયા કામ કરતી વખતે બેભાન થઇ જતાં રાજકોટના બાબુભાઇનું મોત

પટેલ પ્રોૈઢે ભાગીદારીમાં કન્‍સ્‍ટ્રક્‍શનનું કામ રાખ્‍યું હતું: કિરણ સોસાયટીના પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૫: કોઠારીયા રોડ હરિ ધવા રોડ પર કિરણ સોસાયટી-૮માં રહેતાં બાબુભાઇ ભાદાભાઇ રામાણી (ઉ.વ.૫૧) નામના પટેલ પ્રોૈઢ સંક્રાંતની આગલી સાંજે ત્રંબાના કલ્‍યાણ પાર્કમાં બાંધકામની સાઇટ પર કડીયા કામ કરતી વખતે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર બાબુભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. બનાવથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

 

(1:13 pm IST)