રાજકોટ
News of Friday, 15th January 2021

પતંગ-દોરાથી ઘવાયેલા ૩૦૦થી વધુ અબોલ જીવોને મળ્યુ નવજીવન

એનીમલ હેલ્પલાઇન દ્વારા ૯ એમ્બ્યુલન્સ, બે બાઇક એમ્બ્યુલન્સ, વિવિધ કંટ્રોલરૂમ સતત ધમધમતા રહયા : ૨૯૫ જેટલા કબુતર, ૬ હોલા, ૨ ખીસકોલી, ૩ ચકલી, ૧ ટીટોડી સહિતના અબોલ જીવોની સારવારઃ તબીબો, પેરામેડીકલ સ્ટાફ, કાર્યકરોની સેવા : ઘરની અગાસીએ થાંભલાઓ ઉપર કે કોઇપણ જાહેર જગ્યાઓ ઉપર દોરા લટકતા જોવા મળે તો તે કાંઢી નાંખવા જાગૃત નાગરીકોને અપીલ

રાજકોટઃ તા.૧૫, ગઇકાલે આખો દિવસ જુદા જુદા વિસ્તારોમાંથી પક્ષીઓ ઈજાગ્રસ્ત થયાના ફોન એનીમલ હેલ્પ લાઈનમાં સતત રણકતા રહયાં હતાં. જો કે કરૂણા અભીયાનને લઈને તેમજ તંત્રની કડક કાર્યવાહીને લઈને અને લોકોની સંવેદના વધુ જાગૃત થઈ હોવાના કારણે ગત વર્ષ કરતા ઓછા કેસ આ વખતે સારવારમાં આવ્યા હતાં. તા.૧૪ અને ૧૫ એમ બે દિવસમાં ૨૯પ જેટલા કબૂતર, ૬  હોલા, ૨ ખીસકોલી, ૩ ચકલી, ૧ ટીટોડી એમ સમગ્ર પણ ૩૦૦ થી વધુ અબોલ જીવો ઘવાઈને સારવારર્થે લવાયા હતાં. સાજા થઈ ગયેલા પક્ષીઓને ફરીથી મુકત ગગનમાં વિહાર માટે છોડી મુકાયા હતાં.

મકરસંક્રાંતીએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.૧૩, તા.૧૪ તથા ૧૫ વિવિધ કંટ્રોલરુમમાં રાજકોટ ખાતે વિશેષ કંટ્રોલરૂમ સવારે ૯ થી રાત્રીના ૭ સધી શરૂ કરાયા. જેમાં ડો. નિકુંજ પીપળીયા, ડો. દિપ સોજીત્રા, ડો. અરવિંદ ગડારા, ડો. અરૂણ ઘીયાડ, ડો. હીરેન વીસાણી, ડો. વિવેક કલોલા તેમજ જુનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાંત ડોકટર્સ ડો.શિવાજી તાલેકર, ડો. કનક ગામેતી, ડો. નિલેશ પાડલીયા તથા આણંદ વેટરનરી કોલેજના નિષ્ણાંત ડોકટર્સ ડો.બ્રિજેશ આર. છુંબલ, ડો. માર્મીક ઢેબર, ડો. ગૌરાંગ માથકીયા તથા રવી બારૈયા, વિકાસ મકવાણા, મયુર જાદવ, ચીરાગ જીવાણી,અંકુશ માયાણી, કમલેશ સોનાગરા સહીતની ટીમ સેવા આપી છે. સમગ્ર વ્યવસ્થા અંગે આણંદ વેટરનરી કોલેજના ડો. પી.વી. પરીખ, જુનાગઢ વેટરનરી કોલેજના ડો. પી.એચ. ટાંક તથા તેમની ટીમ તેમજ નાયબ પશુપાલન નિયામક ડો. ખાનપરા, ડી.સી.એફ. શ્રી રવી પ્રસાદ, નિવૃત ડી.સી.એફ. પી.ટી.શીયાણી, ડો. ભાવેશ ઝાકાસણીયા સહીતનાનો  સહયોગ  મળ્યો હતો.

 સમગ્ર આયોજન અંગે રાજકોટના જીવદયા પ્રેમી કલેકટર શ્રીમતી રેમ્યા મોહનજી દ્વારા સતત માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતુ.

 આ કંટ્રોલરૂમની મુલાકાત રાજકોટના જીવદયા પ્રેમી કલેકટર શ્રીમતી રેમ્યા મોહનજી, એ.ડી. કલેકટર પરીમલ પંડયા, ચંદ્રકાંતભાઈ શેઠ, અમીનેષભાઈ રૂપાણી, ડી.એફ.ઓ. રવિપ્રસાદ, જીતુભાઈ દેસાઈ, પંકજભાઈ કોઠારી, રાજકોટ મહાજન પાંજરાપોળનાં મુકેશભાઈ બાટવીયા, યોગેશભાઈ શાહ, સંજયભાઈ મહેતા, બકુલભાઈ રૂપાણી, મનીષભાઈ ભટ્ટ, યોગેશ પટેલ, આનંદ અમૃતિયા, ચેતનભાઈ મોરી, અર્હમ ગ્રપના તુષારભાઈ મહેતા, સેતરભાઈ દેસાઈ, જીવદયા ગ્રુપના પ્રકાશભાઈ મોદી, પારસભાઈ મોદી, હર્ષદભાઈ મહેતા, ભરતભાઈ બરેડીયા, રમેશભાઈ દોમડીયા, હેમાબેન મોદી, પ્રવિણભાઈ નીમાવત, હરીસીંગભાઈ સચરીયા, હરેશભાઈ શાહ, વિનીત વસા, જનકભાઈ કોટક, યોગેશભાઈ પુજારા, બિરેનભાઈ નરોતમભાઈ પોપટ, અશ્વીનભાઈ રાવલ, જગદીશભાઈ શાસ્ત્રીજી, મનોજભાઈ ચૌહાણ, હોસ્પીટલ સેવા મંડળની સમગ્ર ટીમ, સુરેશભાઈ બાટવીયા, હિતેશભાઈ ખખ્ખર, રવી સેજપાલ, આશીષ વોરા, એડવોકેટ કેતનભાઈ ગોસલીયા, ભાસ્કરભાઈ પારેખ સહીતના ઉપસ્થિત રહ્યા હતાં.

 હજુ પણ ઘર પર, ટેરેસ પર, ઓફિસ પાસે, વિજળીના થાંભલા પર, જાહેર સ્થળોએ લટકતા દોરા પક્ષીઓ માટે ફાંસીના ગાળીયા સમુ કામ કરે છે જે હટાવી લેવા સંવેદના સભર અપીલ અને અબોલ જીવોના પ્રાણદાનમાં ઉપયોગી થવા કરૂણપ ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઈ ઠકકર, ધિરેન્દ્રભાઈ કાનાબાર, પ્રતિકમાઈ સંઘાણી, વિષ્ણુભાઈ ભરાડ, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, જયેશભાઈ ઉપાધ્યાય, ચંદ્રકાંતભાઈ શેઠ, અર્હમ ગ્રુપ, ચંદ્રેશભાઈ પટેલ, રાહુલ ખીવસરા, કેતનભાઈ બોરીસાગર, કશ્યપભાઈ ખખ્ખર સહિતનાઓએ વિનંતી કરી છે. એનીમલ હેલ્પલાઈનની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯, પ્રતિક સંઘાણી મો.૯૯૯૮૦ ૩૦૩૯૩ પર સંપર્ક કરવા વિનંતી કરાઈ છે.

(4:32 pm IST)