રાજકોટ
News of Friday, 15th January 2021

સ્ક્રેપમાં ૧૧૦ કરોડથી વધુનું બોગસ બીલીંગ આચરી ૧૭.૩પ કરોડની ટેકસ ચોરીઃ ભાવનગરના ર વેપારી રિમાન્ડ પર

રાજકોટ, તા., ૧પઃ સેન્ટ્રલ સીજીએસટી  કમિશ્નરેટ, રાજકોટની એન્ટીઇવેઝન વીંગ દ્વારા ઉંડી તપાસના અંતે ૧૧૦.૪ર કરોડનું બોગસ બીલીંગ ઝડપી લઇ ૧૭.૩પ કરોડની  જીએસટી ચોરી પકડી પાડવામાં આવી છે.

આ બારામાં એન્ટીઇવેઝન વીંગે રાજ પ્રવિણચંદ્ર મહેતા અને કેતન જયંતીલાલ ગજ્જરની ધરપકડ કરી ૧૩ મી તારીખે જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરતા ૧૪ દિવસની જયુડીશ્યલ કસ્ટડીમાં સોંપવાનો હુકમ થયો છે. સેન્ટ્રલ જીએસટીના સુત્રોમાંથી મળતી માહીતી મુજબ રાજ મહેતાએ ૩૧ જેટલી બોગસ પેઢીઓમાં સ્ક્રેપનું ટ્રાન્જેકશન કર્યુ હતું. જયારે કેતન ગજ્જરે ૯ પેઢીઓમાં ટ્રાન્જેકશન કર્યુ હતું. રાજકોટ, મહારાષ્ટ્રની ૩૯ બોગસ પેઢીઓમાં માલ વગર જ બોગસ વ્યવહારો ઉભા કરવામાં આવ્યા હતા. આ વ્યવહારોમાં ૧૧૦.૪ર કરોડના બોગસ બીલો ઉભા કરવામાં આવ્યા હતા. ભેજાબાજોએ માલની ખરીદ-વેચાણ વગર જ કૌભાંડ આચરી નાણા ગજવામાં ભરી લેવાનું કારસ્તાન આચર્યુ હતું. બંન્નેની ઉંડી પુછપરછ ચાલી રહી છે.

(3:34 pm IST)