રાજકોટ
News of Friday, 15th January 2021

સાતમાં પગાર પંચના મુદ્દે વિજ કર્મચારીઓ કાલથી આંદોલનના માર્ગે : છેલ્લુ અલ્ટીમેટમ

આંદોલનથી વિજ પુરવઠાને અસર પહોંચશે તો જવાબદારી મેનેજમેન્ટની : ઉર્જા સંયુકત સંકલન સમિતિની ચિમકી

રાજકોટ, તા.૧પ : સાતમા પગારપંચના લાભ આપવાની માંગણી આજે પૂર્ણ નહીં થાય તો કાલથી સમગ્ર રાજયના વિજ કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવશે. તેવી ચીમકી સાથે આજે ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિએ ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટરને છેલ્લુ અલ્ટીમેટલ આપી દીધું છે.

આ અલ્ટીમેટમમાં જણાવાયું છે કે ગુજરાત ઉર્જા સંયુકત સંકલન દ્વારા જીયુવીએનએલ અખે તેને સંલગ્ન સાતેય કંપનીઓના કર્મચારીઓ/અધિકારીશ્રીઓ- ઇજનેરશ્રીઓના સાતમા વેતન પંચના પાર્ટ-ર (એલાઉન્સ અને અન્ય તમામ લાભો)ની અમલવારી માટે સંદર્ભ પત્ર (૧)થી નોટીસ આપવામાં આવેલ જે અન્વયે જીયુવીએનએલ દ્વારા સંદર્ભ પત્ર (ર) થી ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિને મુદ્દા નં(૧) થી (પ) મુજબ જુદા દુદા મુદાઓથી પ્રયુત્તર પાઠવેલ છે જેના અનુસંધાને સમિતિ દ્વારા નીચે મુજબની વિગતે સ્પષ્ટતા કરવામાં આવે છે.

જીયુવીએનએલ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓમાં માન્યતા ધરાવતા તમામ યુનિયન/એસોવસીએશનોની વર્ષ-ર૦૧૬થી કર્મચારીઓ/ અધિકારીશ્રીઓ ઇજનેરશ્રીઓના સાતમા પગાર સુધારણા બાબતે ચાર્ટર ઓફ ડીમાન્ડ પેન્ડીંગ છે અને આજ દિન સુધી સંસ્થા દ્વારા બેઝીકમાં ર.પ૭% મુજબ બેઝિક સુધારણા સિવાય કોઇ જ હકારાત્મક વલણ અપનાવી કર્મચારીઓ/અધિકારીશ્રીઓના સાતમ પગારપંચના પાર્ટ-ર (એલાઉન્સ તથા અન્ય તમામ લાભો) બાબતે કોઇ જ નિર્ણય કરેલ નથી અને ચાર્ટર ઓફ ડીમાન્ડની બેઝિક સિવાય કોઇ જ માગણી સ્વીકારવામાં આવેલ ન હોઇ જીયુવીએનએલ અને તેને સંલગ્ન સાતેય કંપનીઓમાં માન્યતા ધરાવતા તમામ યુનિયન /ેસોસીએશન દ્વારા વારંવાર વખતો-વખત રજુઆત કરવામાં આવેલ છે.

દરમિયાન સાતમા પગાર પંચના પાર્ટ-ર (એલાઉન્સ તથા અન્ય તમામ લાભો) ની અમલવારી માટે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જીનિયર્સ એસોસીએશન દ્વારા બનાવેલ ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા તા. ર૧-૧૦-ર૦૧૯ના રોજ તબક્કાવાર આંદોલનના કાર્યક્રમ આપેલ જે અન્વયે તા. ૧૪-૧૧-ર૦૧૯ના રોજ માન. મંત્રીશ્રી ઉર્જાના કોન્ફરન્સરૂમ ખાતે યુનિયન/ એસોસોએશનના પ્રતિનિધિઓ અને પ્રમુખ શ્રી ઓની માન. ઉર્જામંત્રીશ્રીની અધ્યક્ષતામાં તથા જીયુવીએનએલ અધ્યક્ષ અને મેનેજીંગ ડીરેકટરશ્રી તેમજ એચ.આર. વિભાગના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાંંૈ ઉર્જાક્ષેત્રના કર્મચારીઓ/ અધિકારીશ્રીઓને ચોથા અને પાંચમા વેતનપંચ સમયે એલાઉન્સ જે બેઝિકનો જ એક ભાગ હોવાની બૃહદ ચર્ચાઓ કર્યા બાદ નવા બેઝિકના એલાઉન્સને ૦.૮% તરીકે સર્વસંમતિથી નકકી કર્યા બાદ સદર સુધારેલા એલાઉન્સ જે રાજય સરકારશ્રીના નાણા વિભાગમાંથી મંજુરીની ઔપચારિકતા માસ ત્રણ (૩) માં પૂર્ણ કરીને માહે જાન્યુ-ર૦ર૦ ના પે-બિલમાં ચુકવવાનું નકકી કર્યા બાદ આજ દિન સુધી રાજય સરકાશ્રી તથા જીયુવીએનએલ દ્વારા અમલવારી કરવામાં નિષ્ફળ જવાથી તથા કંપનીમાં માન્યતા ધરાવતા યુનિયનો/ એસોસીએશન દ્વારા અનેક વખત પત્રો રૂપી /નોટિસો રૂપી રજુઆતો કરવા છતાં કોઇ જ અમલવારી ન કરતા સાતેય માન્ય યુનિયન/ એસોસીએશન દ્વારા બનાવેલ ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા નોટીસ આપી આંદોલનના કાર્યક્રમની રૂપરેખા પ્રસ્તુત કરવાની ફરજ પડેલ છે.

આથી  ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા પ્રસ્તુત કરેલ આંદોલનની સદર્ભિત નોટી મુજબના તમામ મુદ્દ ાઓનું નિરાકરણમાં  ૧પ-૧-ર૦ર૧ સુધીમાં લાવવામાં નહીં આવે તો સંકલન સમિતિ દ્વારા આપવામાં આવેલ નોટીસ મુજબ આંદોલનના કાર્યક્રમની રૂપરેખા મુજબ કાર્યક્રમ અખત્યાર કરવાની ફરજ પડશે અને આ આંદોલનની સમગ્ર રાજયમાં વીજ પુરવઠો અને તેના આનુસંગિક સેવા ઉપર ઉપરીત પરિસ્થિત ઉભી જશે જેની સમગ્ર જવાબદારી મેનેજમેન્ટના શીરે રહેશે જેની ગંભીર નોંધ લેવા આવેદનના અંતે ચિમકી ઉચ્ચારી છે.

(3:33 pm IST)