રાજકોટ
News of Friday, 15th January 2021

જંકશન પ્લોટ-૧૧ માં પેવર કામ

 શહેરના વોર્ડ નં. ૩ જંકશન પ્લોટ શેરી નં. ૧૧ માં પેવર રોડનું ખાતમુહુર્ત ભાજપના પૂર્વ મેયર જનકભાઇ કોટક, પૂર્વ નાયબ મેયર અશ્વિનભાઇ મોલીયા, શ્યામ મનોહર હવેલીના મુખ્યાજીના ધર્મપત્નિ, વોર્ડ પ્રભારી મનુભાઇ વઘાશીયા, ભુપેન્દ્રભાઇ શાહના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ભાજપ વોર્ડ પ્રમુખ હેમુભાઇ પરમાર, મહામંત્રીઓ રાજુભાઇ દરીયાનાણી, હીતેશ રાવલ, ઇન્ચાર્જ અશોક દવે, અગ્રણીઓ દિલીપભાઇ જોશી, રમેશભાઇ પંડયા, કિશોરભાઇ, કાળુભાઇ સિંધવ, મનુભાઇ, પારેખભાઇ, હર્ષદભાઇ કોટક, અમુલભાઇ કર્ણીક, દીપકભાઇ દવે, બેલાણીભાઇ, ભરતભાઇ કોટક, કૌશિકભાઇ દવે, કલ્પનાબેન શાહ, ખમીબેન, ઇલાબેન, હવેલી ગોપી મંડળ, તુલસીબેન વગેરે સહીત નાગરિક ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(3:31 pm IST)