રાજકોટ
News of Wednesday, 15th January 2020

શુક્રવારે સાધુ સમાજની રથયાત્રા : જગદ્દગુરૂ શ્રી રામાનંદાચાર્યજીની મૂર્તિ હાથી ઉપર બિરાજશે

શ્રી રામાનંદાચાર્યજીની ૭૨૦મી જન્મજયંતિ અંતર્ગત શોભાયાત્રા - ધર્મસભા - મહાપ્રસાદ

રાજકોટ, તા. ૧૩ : જગદ્દગુરૂ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની ૭૨૦મી જન્મજયંતિ શ્રી સમસ્ત રામાનંદી સાધુ સમાજ ટ્રસ્ટ અને સમસ્ત રામાનંદી યુવા મંડળ, રાજકોટ દ્વારા તા.૧૭ના શુક્રવારના રોજ રથયાત્રા, ધર્મસભા, મહાપ્રસાદના આયોજનો થયા છે.

આ રથયાત્રાનો શુક્રવારે સવારે ૭:૩૦ વાગ્યે શ્રી રામજી મંદિર ગુંદાવાડી થી  પ્રસ્થાન થશે જે કેવડાવાડી, સોરઠીયાવાડી થઈ નિકલંઠ ટોકીઝ થઈ નંદા હોલ (રામાનંદ ચોક) થી સહકાર મેઈન રોડથી પીપળીયા હોલ ચોક પારડી રોડથી, કોર્પોરેશન ગ્રાઉન્ડ, જલજીત હોલ સામે પૂર્ણ થશે. રથયાત્રામાં હાથી ઉપર મૂર્તિ આકર્ષણ જમાવશે તથા સંતો - મહંતો અને મોટી સંખ્યામાં બાઈક, જીપ, ઘોડાગાડીઓ, ઘોડા, ધૂન - ભજન મહિલા મંડળી તથા અનેક ફલોટ્સ સાથે લોકો જોડાશે.

ધર્મસભામાં સમસ્ત રામાનંદી સાધુ સમાજના રાજકોટના પ્રમુખ તથા શ્રી ગુણેશ્વરધામના મહંત શ્રી અવધેશબાપુ, કનૈયાદાસબાપુ - ચિત્રકુટ હનુમાન મંદિર કિશાનપરા ચોક, શ્રી હરેશબાપુ - ગોપાલ ગૌશાળા - શ્રી ઘનશ્યામદાસબાપુ નિરંજની કથાકાર શ્રી વગેરે સંતો આર્શીવચન આપશે.

આયોજનને સફળ બનાવવા ટ્રસ્ટના સમસ્ત રામાનંખી યુવા મંડળ- રાજકોટના પ્રમખ નિખિલ નિમાવત (મો.૯૭૨૪૯ ૦૯૦૦૯) વિનોદભાઈ કુબાવત, પ્રવિણભાઈ દેવમુરારી, કિશોરભાઈ કુબાવત, શાંતિભાઇ કુબાવત, શાંતિભાઈ કુબાવત, મનહરભાઈ કુબાવત, છબીલભાઈ નૈનુજી, નંદલાલભાઈ અગ્રાવત, નારણદાસ વિષ્ણુસ્વામી, ભરતભાઈ કુબાવત, નિર્મળભાઈ નિમાવત તથા સમસ્ત રામાનંદી યુવા મંડળના હોદ્દેદારો નિખિલભાઈ નિમાવત, રાજેશભાઈ નિમાવત, હિતેષભાઈ નિમાવત, કલ્પેશભાઈ પૂર્ણવૈરાગી, કેતન લશ્કરી, કાલીદાસ કુબાવત, પરશુરામભાઈ દેવમુરારી, શ્રવણભાઈ નિમાવત, દિલીપભાઈ નિમાવત, મુન્નાબાપુ ખોજીરજી, રાજુભાઈ કુબાવત, રજનીભાઈ રામાવત, કૌશિકભાઈ દેવમુરારી, વિપુલભાઈ પૂર્ણવૈરાગી, વિમલભાઈ કિલજી, જીતેન્દ્રભાઈ વિષ્ણુસ્વામી, દેવ નિમાવત, સુધીર નિમાવત, રમેશભાઈ રામાવત, નરેન્દ્રભાઈ પૂર્ણવૈરાગી, ભાવેશભાઈ રામાવત, જયદીપ અગ્રાવત, અમીત રામાનુજ, ધર્મેશ રામાવત, નિમેષભાઈ અગ્રાવત, જયદીપ અગ્રાવત, અમિત રામાનુજ, ધર્મેશ રામાવત, નિમેષભાઈ અગ્રાવત, મયુરભાઈ રામાનંદી મિતેષ, ટિપુ દેવમુરારી, આશિષભાઈ દેવમુરારી, કલ્પેશભાઈ નેનુજી, કિશોરભાઈ દેવમુરારી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:08 pm IST)