રાજકોટ
News of Wednesday, 15th January 2020

જુનાગઢ જીલ્લા સહકારી બેંકના કર્મચારીઓની તરફેણમાં ઔદ્યોગિક કોર્ટનો મહત્વનો ચુકાદો

રાજકોટ, તા. ૧પ : જુનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી.ના કર્મચારીઓની તરફેણમાં ઔદ્યોગિક અદાલત રાજકોટે મહત્વનો ચૂકાદાઓ આપેલ હતો.

આ કેસની ટૂંકમાં બાબત એવી છે કે જુનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી.માં નોકરી કરતા કર્મચારીઓ જયંતિભાઇ શિવરામ મહેતા, રાજુભાઇ નગાભાઇ, સુરેશભાઇ એચ. કામલીયા અને મહેન્દ્રભાઇ નંદાણીયાને છૂટા કરતા આ કર્મચારીઓએ જુનાગઢની મજુર અદાલતમાં કેસો દાખલ કરેલ હતા.

આ કેસો ચાલી જતા જુનાગઢના મજુર અદાલતના ન્યાયધિશે આ કાર્યચારીઓના કેસો એવા કાયદાના મુદ્દાઓ અંગે રદ કરેલ હતાં કે બોમ્બે ઇન્ડસ્ટ્રીયલ રીલેસન એકટની કલમ ૪ર (૪) નીચે આપવાના થતાં એપ્રોચ લેટરમાં દર્શાવેલ ૧પ દિવસની સમય મયાર્દા પહેલા આ કર્મચારીઓએ કોર્ટમાં કેસો વહેલા દાખલ કરેલ છે.

આ કર્મચારીઓ રાજકોટ ખાતે ઔદ્યોગિક અદાલતમાં અપીલ દાખલ કરેલ જે અપીલોની સુનવણી થતાં આ કર્મચારીઓના એડવોકેટ શ્રી જી.આર. ઠાકરની દલીલોને ધ્યાને લઇ તથા રજુ કરેલ ચુકાદાઓને ધ્યાને લઇ ઔદ્યોગિક અદાલતને આ કર્મચારીઓની અપીલો મંજૂર કરી લેબરકોર્ટ જુનાગઢનો હુકમ રદ કરતો મહત્વનો ચુકાદાઓ આપેલ છે અને વધુમાં એવું ડાયરેકશન આપેલ છે કે આ કર્મચારીઓના કેસો ગુણદોષ ઉપર નિર્ણય કરવા હુકમ કરેલ છે.

આ કર્મચારીઓના ચૂકાદાઓ તે અનેક બેન્ક કર્મચારીઓના કેસોમાં લાભાકર્તા ચુકાદાઓ છેે. આ કામમાં આ કર્મચારીઓ વતી રાજકોટના એડવોકેટ શ્રી જી.આર. ઠાકર તથા ગાર્ગીબેન ઠાકર અને મીલન આર. દુધાત્રા રોકાયેલ હતાં.

(4:03 pm IST)