રાજકોટ
News of Wednesday, 15th January 2020

બેડીપરા શ્રમજીવીમાં કોળી પરિવાર પર હુમલો-આતંકમાં પાંચની ધરપકડ

થોરાળા પીઆઇ જી. એમ. હડીયા અને ટીમે કલાકોમાં ઇમરાન, શાહરૂખ, બિલાલ, રમજાન, તોફિકને પકડી કાયદાનું ભાન કરાવ્યું : ધબધબાટીના વિડીયો વાયરલ થયા હતાં

રાજકોટ તા. ૧૫: ગઇકાલે સંક્રાંતની સાંજે બેડીપરા શ્રમજીવી સોસાયટી-૧૦માં મનસુખભાઇ કોબીયા (કોળી) અને તેના ભાઇ, બહેન સહિતના પર મુસ્લિમ શખ્સોએ હુમલો કરી તેમજ પાનની કેબીનમાં તોડફોડ કરી છુટી બોટલોના ઘા કરી આતંક મચાવ્યોહ તો. ધોકા-ધારીયા જેવા હથીયારો સાથે શેરીમાં હાકલા પડકારા કરી આતંક મચાવતાં ભયનો માહોલ સર્જાઇ ગયો હતો. આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મિડીયા પર વાયરલ થયા હતાં. થોરાળા પોલીસે આ મામલે ઘાયલ પૈકીના મનસુખભાઇ તળશીભાઇ કોબીયાની ફરિયાદ પરથી રાયોટ, નુકસાની, હુમલો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કલાકોમાં પાંચ આરોપીને પકડી લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.

પોલીસે જે પાંચ શખ્સોની ધરપકડ કરી છે તેમાં ઇમરાન જાનમહમદ બ્લોચ, શાહરૂખ કાસમભાઇ જુનાચ, બિલાલ સલિમભાઇ મેતર, રમજાન રહિમભાઇ શેખ અને તોૈફિક મહમદભાઇ સંઘારનો સમાવેશ થાય છે. અન્યોની શોધખોળ થઇ રહી છે. મનસુખભાઇના ભાઇ મયુરની કેબીની જઇ એક શખ્સે વાતચીત કરવા ફોન માંગતા મયુર તેને ઓળખતો ન હોઇ ફોન ન દેતાં આ ડખ્ખો થયો હતો. જેમાં ભારે ધમાલ મચી ગઇ હતી. પીઆઇ જી. એમ. હડીયા અને ટીમે આરોપીઓને શોધી કાઢી કાયદો સમજાવ્યો હતો.

(3:57 pm IST)