રાજકોટ
News of Wednesday, 15th January 2020

રૈયા ધારમાં જુગાર રમતા છ પકડાયા

શાંતીલાલ રાઠોડ, શકિતસિંહ જાડેજા, ચીરાગ ચંદારાણા, શકિતદાન બાટી, કિર્તીરાજસિંહ વાળા અને પ્રકાશ ચૌહાણની ધરપકડ

રાજકોટ તા.૧૪: શહેરના રૈયા ધારેશ્વર મહાદેવ મંદિરની સામે ખુલ્લા મુદાનમાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને પકડી લીધ હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સુચનાથી પીઆઇ આર.એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી. જી. ડાંગર, હેડ કોન્સ. જુવાનસિંહ, મહિપાલસિંહ, દિપકભાઇ, રવીભાઇ, સંજયભાઇ અને અનીષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે જુવાનસિંહ, રવિભાઇ અને સંજયભાઇને મળેલી બાતમીના આધારે રૈયાધાર ધારેશ્વર મહાદેવ મંદીરની સામે ખુલ્લા મેદાનમાં દરોડો પાડી જુગાર રમતા રૈયાધાર સ્લમ કવાર્ટરના શાંતીલાલ પુંજાભાઇ રાઠોડ, શકિતસિંહ ભીખુભા જાડેજા, કીર્તીરાજસિંહ અનિરૂદ્ધસિંહ વાળા, પ્રકાશ ચુનીભાઇ ચૌહાણ, ભારતીનગર -૭ના ચિરાગ વિનોદભાઇ ચંદારાણા અને ઘંટેશ્વર રપ વારીયા કવાટરનો શકિતદાન રાજવીરભાઇ બાટીને પકડી લઇ રૂ.૧૦,૦૬૦ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

વરલીનો જુગાર રમતો સંજય પકડાયો

ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એ.કે. વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે. એમ. ભટ્ટ, હેડ કોન્સ. સંતોષભાઇ, રાહુલભાઇ, વનરાજભાઇ, કનુભાઇ, દિગ્વીજયસિંહ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ તથા હાર્દિકસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે દિવ્યરાજસિંહ અને વનરાજભાઇને મળેલી બાતમીના આધારે નિર્મળા રોડ પર તીરૂપતી સોસાયટી શેરી નં.૧-અમાં દરોડો પાડી વરલી ફીચરના આકડા લખી જુગાર રમાડતા સંજય રમેશભાઇ મણીયાર (ઉ.વ.૪૮) (રહે. તીરૂપતી સોસાયટી-૧)ને પકડી લઇ રૂ.૩૦પ૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

(3:52 pm IST)