૧૮મીએ અશ્વ શો-૧૦૦ સ્પર્ધકો બેરલ રેસ-ગરો લેવો-ટેન્ટ પેગીંગ-જમ્પીંગ-મટકી ફોડની જમાવટ
રાજકોટ તા.૧૫: રાજકોટ જીલ્લા પોલીસ વડાશ્રી બલરામ મીણાએ પત્રકારોને જણાવ્યું હતું કે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોશીએશન અને પોલીસ વિભાગ દ્વારા તા.૧૮ના રોજ અશ્વ રમતોત્સવ-૨૦૨૦નુ પોપટપરા પોલીસ માઉન્ટેડ પોલીસ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
રમતોત્સવમાં કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોશીએશન તથા પોલીસ વિભાગના ૧૦૦ થી વધુ અશ્વો દ્વારા જુદી જુદી રમતો જેવી કે બેરલ રેસ,ગરો લેવો, મટડી ફોડ, ટેન્ટ પેગીંગ અને જમ્પીંગ વિગેરે રમતોની તરકીબો રજુ થશે.તેમણે જણોલ કે હોર્સ બ્રિટર્સ એસો.ના ૭૦ અને પોલીસના ર૦ મળી કુલ ૧૦૦ સ્પર્ધકો ભાગ લેશે, બંને જૂથ વચ્ચે સ્પર્ધા થશે, ઇનામો અપાશે, આ અશ્વ-શો આખો દિવસ ચાલશે, મોટી સંખ્યામાં લોકો ભાગ લ્યે-લાભ લ્યે અને રોમાંચ માણે તેવી તેમણે અપીલ કરી હતી.