રાજકોટ
News of Wednesday, 15th January 2020

ડીસીપી મનોહરસિંહ જાડેજાએ સંક્રાતિએ હોસ્પિટલમાં અને જંકશન રોડ, પોપટપરામાં સેવાકિય કાર્ય કર્યુ

એસીપી પી. કે. દિયોરા, પીઆઇ વી.એસ. વણઝારા અને હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા પણ સામેલ થયાઃ સિવિલ હોસ્પિટલમાં મહાદેવ મંદિરમાં દર્શન પણ કર્યાઃ જરૂરિયાતમંદોને આહાર-બાળકોને પતંગ-દોરાનું વિતરણ

રાજકોટઃ મકર સંક્રાંતિના તહેવાર નિમિતે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના સેવાકિય ઉમદા વિચારમાંથી પ્રેરણા લઇ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરા (પશ્ચિમ) તથા પ્ર.નગર પી.આઇ. વી.એસ. વણઝારા અને હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડાએ સિવિલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં ૨૭૦ મહિલાઓને ચોખ્ખા ઘીનો શીરો, તલની લાડુડી, મમરાના લાડુ સહિતના પોૈષ્ટીક આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હોસ્પિટલના પટાંગણમાં, પોપટપરા, રેલ્વે સ્ટેશન રોડમાં બાળકો-વૃધ્ધો-જરૂરીયાતમંદોને આહાર તથા બાળકોને પતંગ-દોરાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં આર.એમ.ઓ. ડો. ચાવડા, સિવિલ હોસ્પિટલના સિકયુરીટી ઇન્ચાર્જ રીટા. આરપીઆઇ જાડેજા, તથા તેમના સ્ટાફે સહયોગ આપ્યો હતો. હોસ્પિટલના સ્ટાફે આભારની લાગણી સાથે નાનકડા પ્રયાસને બિરદાવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં જુના વોર્ડ નં. ૧૦ પાસે આવેલા મહાદેવના મંદિરમાં હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. રાજુભાઇ ગીડા દ્વારા મોટા દરરોજ  ભાવિકો મોટા પ્રમાણમાં લાભ લે તેવો પ્રયાસ કરવામાં આવે છે. પોલીસ અધિકારીઓ ડીસીપી શ્રી જાડેજા, એસીપી શ્રી દિયોરા અને પીઆઇ શ્રી વણઝારાએ મહાદેવને જલાભિષેક કરી દર્શન પણ કર્યા હતાં.

(1:15 pm IST)