રાજકોટ
News of Wednesday, 15th January 2020

અઢી મહિનાના શિવાંસનું બેભાન હાલતમાં મોતઃ નેપાળી પરિવારમાં શોક

લીંબુડી વાડી રોડ એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતાં દંપતિનો પુત્ર રાતે સુતા બાદ સવારે ઉઠ્યો જ નહિ

રાજકોટ તા. ૧૫: લીંબુડી વાડી મેઇન રોડ સ્વામિનારાયણ મંદિર પાછળ લક્કી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચોકીદારની રૂમમાં રહેતાં નેપાળી દંપતિના પુત્ર શિવાંસ સુનિલ ચોકસી (ઉ. અઢી મહિના)ને સંક્રાંતની સવારે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

મૃત્યુ પામનાર એક ભાઇથી નાનો હતો. રાતે સુવડાવ્યા બાદ સવારે ન ઉઠતાં હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થયું હતું. હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:16 pm IST)