રાજકોટ
News of Wednesday, 15th January 2020

રાજકોટ જેલની બેરેક નં.૩માં પાણીના સ્ટેન્ડ પાસેની બારી પરથી ચાલુ હાલતમાં મોબાઇલ મળ્યો

નવી જેલની બેરેકમાં ઓચીંતી જડતીની કાર્યવાહી થતાં ફોન મળ્યોઃ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી અજાણ્યા કેદી સામે ગુનો દાખલ કરાવાયો

રાજકોટ તા. ૧૫: રાજકોટ જેલમાં અગાઉ કોઇએ મોબાઇલ, તમાકુ સહિતની પ્રતિબંધીત ચીજવસ્તુઓ દડામાં બાંધીને ફેંકી હતી. એ પછી ફરીથી આવો પ્રયાસ કરનાર એક શખ્સ ઝડપાઇ ગયો હતો. દરમિયાન જેલમાં ઓચીંતી જડતી થતાં બેરેક નંબર-૩ના પાણીના સ્ટેન્ડ પાસેની બારી ઉપરથી એક ચાલુ હાલતમાં મોબાઇલ મળી આવતાં આ મામલે અજાણ્યા કેદી વિરૂધ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

આ બારામાં રાજકોટ મધ્યસ્થ જેલના ગ્રુપ-૨ના જેલર એમ. એમ. ચોૈહાણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ૧૩/૧ના રોજ હું જેલર તરીકે ફરજમાં હતો. અધિક્ષકશ્રીની સુચના મુજબ હું સ્ટાફને સાથે રાખી રાત્રીના પોણા દસથી એક વાગ્યા સુધી જેલની તમામ યાર્ડ, બેરેકમાં જડતીની કાર્યવાહી શરૂ કરી હતી. એ દરમિયાન નવી જેલ-૨, યાર્ડ નં. ૩માં રહેલા કેદીઓની અંગજડતી કરતાં અને બિસ્તરાઓની જડતી કરતાં બેરેક નં. ૩ની પાણીના સ્ટેન્ડ પાસેથી બારી ઉપરથી જડતી દરમિયાન એક કાળા કલરનો સાદોનોકીયા કંપનીનો મોબાઇલ ચાલુ હાલતમાંમળી આવ્યોહ તો. જેમાં બેટરી અને સિમ કાર્ડ પણ હતાં. આ મોબાઇલ આ  યાર્ડની બેરેકમાં રહેલા કોઇપણ અજાણ્યા કેદીએ રાખ્યો હોવાની શંકા છે. જેથી અજાણ્યા કેદી વિરૂધ્ધ જેલ પ્રિઝનર એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

મોબાઇલ ફોનને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દ્વારા ચસકાણી કરાવવો જરૂરી છે. તેમજ આઇએમઇઆઇ નંબર પરથી તેની માહિતી મળી શકે તેમ છે. મોબાઇલ ફોન ઘુસાડવામાં કોઇ કર્મચારી કે બીજુ કોઇ સંડોવાયું છે કે કેમ? તે સહિતના મુદ્દે તપાસ કરાવવા જેલરશ્રીએ ફરિયાદમાં જણાવ્યું છે. આ ફોન પ્ર.નગર પોલીસે કબ્જે કર્યો છે. પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એમ. બી.ગોસ્વામીએ તપાસ શરૂ કરી છે.

(11:47 am IST)