રાજકોટ
News of Wednesday, 15th January 2020

સંક્રાંતની સાંજે જંકશન રોડ, ચુનારાવાડમાં તુક્કલ વેંચતા બે પકડાયા

રાજકોટ તા. ૧૫: સંક્રાંતની સાંજે પણ પોલીસે બજારોમાં ચેકીંગ ચાલુ રાખ્યું હતું. જેમાં જંકશન મેઇન રોડ પર આહુજા સિઝન સ્ટોરમાં કલ્પેશ અજીતભાઇ આહુજા (ઉ.૨૯-રહે. જંકશન પ્લોટ-૧૨) તુક્કલ વેંચતો હોવાની માહિતી મળતાં પીએસઆઇ આર.એન. હાથલીયા, કોન્સ. આનંદભાઇ પરમારે તેને ૪૯ તુક્કલ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી. જ્યારે ચુનારાવાડ ચોક અંબિકા સોસાયટી-૨માંથી લક્ષમણ ઉર્ફ રમેશ મોહનભાઇ બારીયા (ઉ.૩૪)ને થોરાળાના હેડકોન્સ. બી.આર. વાસાણી, નરસંગભાઇ ગઢવી સહિતે બે તુક્કલ સાથે પકડી લીધો હતો.

(11:46 am IST)