રાજકોટ
News of Wednesday, 15th January 2020

જાગનાથ પ્લોટમાં પટેલ વૃધ્ધના ઘરમાં ૧.૯૦ લાખની ચોરીઃ તસ્કર હાથવેંતમાં

રાજકોટ : જાગનાથ પ્લોટમાં રહેતાં ૯૪ વર્ષના પટેલ વૃધ્ધના ઘરમાં ગયા મહિને થયેલી ૧,૯૦,૫૦૦ની ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે. જે તે વખતે આ અંગે પોલીસને જાણ કરવામાં આવી નહોતી. પોલીસે શકમંદને સકંજામાં લેતાં ભેદ ઉકેલાવાની શકયતા છે.

એ-ડિવીઝન પોલીસે આ બનાવમાં નિર્મલા કોન્વેન્ટ રોડ પર મંગલ પાર્ક બ્લોક નં. ૪૧માં રહેતાં શેર બ્રોકર નિમીષ મનસુખભાઇ તંતી (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે. નિમીષ તંતીના નાના અરજણભાઇ કરમણભાઇ સભાયા (ઉ.વ.૯૪) કે જે જાગનાથ પ્લોટમાં રહે છે તેઓ ૨૬મીએ નિમીષ તંતીના ઘરે રાતે હતાં ત્યારે રેઢા ઘરમાં ચોરી થઇ હતી. જે તે વખતે ફરિયાદ કરી નહોતી. હવે ચોર પકડાઇ જતાં ગુનો નોંધી એ-ડિવીઝન  પીએસઆઇ વી.સી. રંગપરીયાએ પીઆઇ એન.કે. જાડેજાની રાહબરીમાં તપાસ શરૂ કરી છે.

 

(12:43 pm IST)