રાજકોટ
News of Tuesday, 14th January 2020

મવડીમાં આંબલીની ડાળીને લીધે ડખ્ખોઃ પટેલ વૃધ્ધ અને પુત્રો પર હુમલો

રાજકોટ : મવડીમાં રહેતાં પટેલ વૃધ્ધે પોતાની વાડીના રસ્તા પર આડે આવતી આંબલીની એક ડાળી મજૂર પાસે કપાવતાં બાજુની વાડીવાળાએ વાંધો ઉઠાવી ઝઘડો કરી હુમલો કરતાં વૃધ્ધને તેમજ તેમના દિકરાઓને મુંઢ માર લાગતાં સારવાર લેવી પડી હતી.

તાલુકા પોલીસે આ બારામાં મવડી ગામમાં ખોડિયાર ગેરેજ પાસે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં લક્ષમણભાઇ કડવાભાઇ સોરઠીયા (ઉ.વ.૬૫) નામના પટેલ વૃધ્ધની ફરિયાદ પરથી ચતુર હરજીભાઇ, સંજય ચતુરભાઇ, વિપુલ ગોરધનભાઇ, પાંચા હરજીભાઇ અને લલિત ગોરધનભાઇ સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. વૃધ્ધે વાડીના રસ્તામાં આવતી આંબલીની ડાળી કપાવતાં આ ડખ્ખો થયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

(12:43 pm IST)