રાજકોટ
News of Monday, 13th January 2020

પાયલ મેટરનીટી હોસ્પિટલ-કામીની ગર્ભસંસ્કાર એન્ડ ઇવ્સ રકતદાન કેમ્પ-હેલ્ધી બેબી કોમ્પીટીશન

રાજકોટ : ૧પ૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલ પાયલ હોસ્પીટલના ગાયનેકોલોજીસ્ટ ડો. પ્રતિક્ષા દેસાઇના જન્મદિવસ નિમિત્તે સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે બ્લડડીપ્રેકશન કેમ્પ અને હેલ્ધી બેબી કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું. રેડક્રોસ બ્લક બેન્ક દ્વારા ૮૪ બોટલ બ્લડનું કલેકશન થયું હતું. ડો. સંજય દેસાઇ અને લાયન્સ કલબ આવકાર તરફથી દરેક રકતદાતાઓને આકર્ષક ગીફટ આપવામાં આવી હતી. હેલ્ધી બેબી કોમ્પીટીશનમાં ૩૦૦ થી પણ વધારે માસુમ ભૂતકાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક બાળકોને ડો. અમીત અકબરી અને ડો. પલ્લવી અકબરી તરફથી પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. વિજેતા બાઇકોને હોસ્પિટલ તરફથી આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. આમંત્રિણ પેરેન્ટસે હોસ્પીટલ અને સ્ટાફનાં મેનેજમેન્ટની કામગીરીનુ બિરદાવી હતી. હોસ્પીટલ તરફની વધારેમાં વધારે સામાજીક કાર્યો કરવાની ડો. સ્વત્ત્તિક સાંખલાએ જાહેરાત કરી હતી.

(4:03 pm IST)