રાજકોટ
News of Monday, 13th January 2020

૫૦૦ વડીલોએ દ્વારકા, નાગેશ્વર, રૂક્ષ્મણી મંદિરે કરી ધર્મયાત્રા

પંચનાથ મિત્રમંડળ- રામનાથ મંડળ- સર્વેશ્વર ચોક દ્વારા સેવાકીય કાર્ય

રાજકોટઃ શ્રી પંચનાથ મિત્ર મંડળ, રામનાથ મિત્ર મંડળ તથા સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે ૫૦૦થી વધુ સીનીયર સિટીઝનોને દ્વારકા, નાગેશ્વર મહાદેવ, રૂક્ષ્મણી મંદિર તથા આરાધના ધામ જામનગરની વિનામૂલ્યે ધાર્મીક યાત્રા કરાવવામાં આવી હતી.

આ ધાર્મીક યાત્રાનુ પ્રસ્થાન ભાજપ પ્રદેશ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, કોસાધ્યક્ષ અનીલભાઈ પારેખ, વિક્રમભાઈ પુજારા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાક્ષકપક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, શિક્ષણ સમીતીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, પુર્વ સ્ટેડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મનીષભાઈ રાડીયા, પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, જયેશભાઈ પરમાર, જીતુભાઈ સેરાલા, કીરીટભાઈ ગોહેલ, રમેશભાઈ પંડયા, સંદીપભાઈ ડોડીયા, કેતનભાઈ સાપરીયા, જીણુભા, નિતીનભાઈ મણીયાર, વસંતભાઈ જસાણી, મનુભાઈ ગોહેલ, કિરીટભાઈ કામલીયા, અશોકભાઈ સામાણીએ કરાવેલ.

નવા વર્ષમાં કાંઈક અલગ કરવાના હેતુથી શ્રી પંચનાથ મિત્ર મંડળ, રામનાથ મિત્ર મંડળ તથા સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના યુવાન મિત્રોએ ૫૦૦થી વધારે સીનીયર સીટીઝનનોને વીના મૂલ્યે પ્રવાસનું આયોજન કરાવેલ અને પ્રવાસ દરમીયાન યુવાન મિત્રોએ દરેક સીનીયર સીટીઝનની ખડે પગે સેવા કરેલ.

કુલ ૯ બસમા આ યાત્રામાં જોડાયેલ અને દરેક બસમા બે ભાઈઓ તથા બે બહેનોએ ઈન્ચાર્જ તરીકે મુકેલ અને તે દરેક ઈન્ચાર્જઓએ સતત ખડેપગે યાત્રીકોની સેવા કરેલ. યાત્રા દરમીયાન યાત્રીકોને કોઈ તકલીફ ન પડે તે માટે પંચનાથ હોસ્પિટલ દ્વારા ડોકટર અને દવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

આ યાત્રાનું પંચનાથ મંદીરેથી પ્રસ્થાન કરેલ અને ધ્રોલ ખાતે અતીથી હોટલમાં ચા નાસ્તો શ્રી પંચનાથ મંદીરના કાર્યકર કૌશીકભાઈ ચાવડા તરફથી અને દ્વારકા ખાતે યાત્રીકોને ઉતારાની વ્યવસ્થા ગોવાળીયા ધામમા રાજકોટના બાલાભાઈ બોળીયા તથા રઘુભાઈ ધોળકીયા તરફથી  દ્વારકા ખાતે યાત્રીકોને ઉતારા બાદ સવારના નાસ્તાની વ્યવસ્થા સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ. તમામ યાત્રીકો નાગેશ્વર મહાદેવ, દ્વારકાધીશ મંદીર, રૂક્ષ્મણી મંદીર તથા આરાધના ધામ જામનગર ખાતે દર્શન ખાતે લઈ જવામાં આવેલ.

યાત્રામાંથી પરત ફરતી વખતે આરાધના ધામ જામનગર ખાતે યાત્રીકોને દર્શન કરી મ્યુઝીયમની વિના મૂલ્યે મુલાકાત કરાવેલ અને ત્યાં આશરે દોઢ કલાકના રોકાણ બાદ પડધરી ખાતે હોટલ ખોડીયાર મા રાત્રી ભોજન દિપકભાઈ ડોડીયા તરફથી કરાવામા આવેલ. આ યાત્રામા દાતાઓ જયેશભાઈ પરમાર તરફથી પાંચ, ધીરૂભાઈ ડોડીયા તરફથી એક, સવેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી બે બસનું અનુદાન તથા જમવાનું આયોજન, રાજકોટ મહાજન શ્રેષ્ઠી રાજુભાઈ પોબારૂ તરફથી બે બસનું અનુદાન અને વિપુલભાઈ ત્રિવેદી તરફથી પણ અનુદાન મળેલ છે.

આ યાત્રાને બનાવવા દેવાંગભાઈ માંકડના માર્ગદર્શન હેઠળ પંચનાથ મિત્ર મંડળ, રામનાથ મિત્ર મંડળ તથા સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના તમામ મિત્રોએ જહેમત ઉઠાવેલ.

(4:02 pm IST)