૭૨ બોટલ દારૂના ગુનામાં ૬ માસથી ફરાર ચેતન ઉર્ફે ચીંતન પટેલ પકડાયો
રાજકોટ,તા.૧૩: શહેરનાં સહકાર રોડ પરથી જપ્ત કરેલા દારૂના જથ્થાના ગુન્હામાં ૬ માસથી ફરાર પટેલ શખ્સને ભકિતનગર પોલીસે પકડી લીધો હતો. મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવી મોહન સૈની તથા એસીપી એચ.એલ રાઠોડની સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી.કે. ગઢવીન માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી જેબલીયા, હેડકોન્સ રણજીતસિંહ વિક્રમભાઇ ગમારા, મહેન્દ્ર સિંહ, લાલજીભાઇ, ભાવેશભાઇ, મયુરસિંહ, દિવ્યરાજસિંહ, રવિરાજભાઇ, મનીષભાઇ તથા વિશાલભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે પીએસઆઇ પી.બી. જેબલીયા અને વિક્રમભાઇ ગમારાને મળેલી બાતમીના આધારે છ માસ પહેલા પકડાયેલ દારૂની ૭૨ બોટલના ગુનામાં નાસતા ફરતા ચેતન ઉર્ફે ચીંતન પોપટભાઇ પટેલ (ઉવ.૨૪) (રહે.પીપળીયા હોલ મેઇન રોડ ટેલીફોન એક્ષચેન્જ સામે મુળ મહેસાણા)ને પકડી લીધો હતો.