રાજકોટ
News of Monday, 13th January 2020

મકરસંક્રાંતિ ૨૦૭૬ : જાણવા જેવું શાસ્ત્રોકત પવિત્ર ફૂલદાયક

સામાન્ય રીતે મકરસંક્રાંતિ એટલે ઉતરાયણ ૧૪મી જાન્યુઆરી આ સમજણ અને ઉત્સવનો આનંદ અબાલવૃધ્ધને માણવાનો રજાનો દિવસ.

લગભગ મકરસંક્રાંતિ ૧૪મી જાન્યુઆરીએ જ ઉજવાતી આવી છે. મકરસંક્રાંતિનો તહેવાર જ સુર્યની ગતિ સાથે જોડાયેલી છે. જયારે અન્ય તહેવારો ચંદ્ર ગ્રહની ગતિ સાથે જોડાયેલા હોય છે.

મકરસંક્રાંતિના દિવસે સુર્યગ્રહ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધથી ઉતર ગોળાર્ધી દિશામાં પ્રયાણ કરે છે તેમા ૧૪મી જાન્યુઆરીના રોજ ગત્યાત્મક સ્વરૂપે ધન રાશી માંથી બદલાઇ મકરરાશીમાં ભ્રમણનો આરંભ કરે છે. તેથી જ તે દિવસને મકરસંક્રાંતિ કહેવાય છે. વિ.સં.ના દરેક મહિનામાં જે તે રાશીની સંક્રાંતી આવતી જ હોય છે.

શાસ્ત્રોકત અને ખગોળ રીતે તુલના શાખામાં કરીએ છે તે પ્રમાણે મકરસંક્રાંતિના દિવસથી ઋતુ હવામાન અને સમયમાં પરિવર્તન આરંભાય છે. અનુભવાય છે. આગળ જણાવ્યુ તેમ મકરસંક્રાંતિ એક જ એવો તહેવાર છે જે સુર્યની ગતિને લક્ષ્યમાં રાખી પંચાગના શાસ્ત્રોકત ગણિતને કેન્દ્રમાં રાખીને તેને જ આધાર ગણી ઉજવવાની આપણા પુવાચાર્યોની આજ્ઞા છે. જેને ધર્મશાસ્ત્રનો આધાર છે પ્રમાણ છે સામાન્યતઃ રરમી ડીસે. બાદ સુર્ય પુર્વથી ઉતર દિશામાં ગતિમાન બને છે અને ૧૪મી જાન્યુઆરીના દિવસે સુર્યગ્રહ ધનરાશી બદલીને મકર રાશીમાં આવે છે.

શિયાળાની શરદ ઋતુ વિદાય લેતી હોય છે ઠંડી અને ઠંડક ધીરે ધીરે ઓછા તા ઓછા ધીમા પગલે ઋતુરાજ વસંતના પગલા મંડાતા હોય એ બધા દર વર્ષે અનુભવે જ છે.

દિવસો લાંબા થતા જાય છે સુર્યાસ્ત મોડો થતો જાય છે ટુંકી ગતિઓનો આરંભ થઇ ચુકે છે. આ કેવલ કેવલ શ્રીહરિની લીલા માત્ર છે. આમા કોઇનુ વિજ્ઞાન પણ કામ નથી કાઇ ક્ષેત્ર નથી.

શાસ્ત્રોનુ વિધાન રહ્યુ છે કે રરમી જૂને સુર્ય દક્ષિણાયનનો આરંભ કરે છે એટલે સુર્યની પુર્વથી દક્ષિણ તરફ ફરવુ દક્ષિણયાન આ દિવસોમાં સુર્ય કર્ક રાશીમાં પ્રવેશે છે. આ સમયે પૃથ્વી પર આવતા સુર્યના કિરણો દુષિતા લેખાતા હોય છે. લગભગ ઉત્સવો રરમી જૂનથી ૧૪ જાન્યુઆરી સુધીમાં સમાવાઇ જાય છે.  વ્રત ઉપવાસો નિયમોના કારણે જનસમાજ સુધી સ્વસ્થ રહી શકે છે. ઉતરાયણ આરંભાતા સુર્યના રશ્મિ સ્વચ્છ બનતા આરોગ્ય સચવાય છે. આ ઋષિઓની વિચારસરણી રહી છે. સાધુ સંત આધ્યાત્મિક ક્ષેત્રના પંથીઓ પોતપોતાના અનુષ્ઠાનોમાં પ્રવૃત થઇ જાય છે કેવલ જનકલ્યાણ માત્રના હેતુથી. શ્રીમદ ભાગવતને આ ગાળામાં દેહત્યાગ કરનારને મોક્ષ મળે છે. શ્રીમદ ભાગવતના ભીષ્મ પિતામહ પવિત્ર અને હાથવગુ પાત્ર છે. શાસ્ત્રો સાચા છે શાશ્વત છે. પ્રમાણ આપીને બોલ્યા છે.

જપ તપ દાન હરિસ્મરણનો મહિમા. પવિત્ર દિવસોમા જપ તપ સ્નાન શ્રાધ્ધ તર્પણ દાન જેવા શ્રેષ્ઠ કાર્યોનું ખૂબ જ મહત્વ શાસ્ત્રોમાં આલેખાય છે.

દાનની મુખ્ય શરત દાન નમ્રતાથી  સત્કારથી અને યોગ્ય સુપાત્ર વ્યકિતને થવુ ઘટે છે જરૂરીયાત સહાય કરી શકાય મકરસંક્રાંતિએ સુપાત્ર સાધુ બ્રાહ્મણને આપેલ દાન પશુ પંખીને અનુકુળ ભોજન વસ્ત્ર ઉપાનદાનનું મહત્વ શાસ્ત્રોથી જ એક શ્લોકની આછી આછી સ્મૃતિ થઇ આવી છે રજૂ કરી દઉ.

માસે માસે મહાદેવ યો દાસ્યતિ ધૃતકમ્બલમ,

સઃ ભુકત્વા સકલાન ભોગાન અંતે મોક્ષ પ્રાવ્યતિા

મકરસંક્રાંતિના દિવસ તલનુ ખૂબ જ મહત્વ છે. તલથી દાતણ કરવુ, તલનું અભ્યંગ શરીરે ચોળવુ. સ્નાનના પાણીમાં તલ ઉમેરવા, તલનો યજ્ઞ કરવો તલ ખાવા, તલનુ ગોળનુ ઘીનું દાન કરવુ.

વિ.સં.૨૦૨૦ની મકરસંક્રાંતિ ૧૪મી જાન્યુ.એ નથી ૧૪મીની રાત્રીના ૧૨ પછી ૧૫ જાન્યુઆરીએ રાત્રે ર કલાકે શરૂ થાય છે. ૧૪મીની મધ્યરાત્રી પછી એટલે વ્યવહારીક રીતે તા.૧૫ વહેલી સવારે મકરસંક્રાંતિ ગણાય. તા.૧૫ વહેલી સવારે ર-૯ મીનીટના મકર રાશીમાં સુર્ય પ્રવેશે છે. આ સમયે તિથિ પાંચમ છે. નક્ષત્ર પુર્વા ફાલ્ગુની છે. યોગ શોભન છે તથા નૈતિલ કરણ ચાલે છે.

સંક્રાંતીનો પુણ્યકાળ તા.૧૫ બુધવારના સુર્યોદયથી સુર્યાસ્ત સુધી શાસ્ત્રાનુસાર ગણાય. વાહન ગદર્ભ, ઉપવાહન મેષ, સુગંધ ગોપીચંદનનું તિલ, ઉમરમાં તરૂણી, સુતેલી છે, સુગંધ માટે કેવડાનુ ફુલ લીધુ છે, માલપુડા ખાય છે, પક્ષીજાતિ છે, હીરાનુ આભૂષણ છે, વાર નામ મહોદરી છે, નક્ષત્ર નામ ઘોરા છે દક્ષિણ દિશામાં મુખ શાખી પુર્વમાંથી આવી પશ્ચિમમા જાય છે દષ્ટિ વાયવ્ય ખુણા તરફ છે.

ગધેડો મેષ જાતીના પશુઓને હાની થાય. પાંડુરંગના વસ્ત્રો મોંઘા થાય, માલપુડાના સંદર્ભમાં ઘઉં ગોળ ઘી મોંઘા થાય, હીરાબજારમાં આવે, શસ્ત્રો બનાવનારા શસ્ત્રગારો પર હૂમલા થાય.

સવારમાં પવિત્ર થઇ નિત્યકર્મનો કરવુ જ ઉપરાંત વડીલો, પિતૃદેવ, સુર્ય અને મહાદેવની પૂજા કરી અભિષેક કરવો. અભિષેકમાં ત્રાંબાના કળશમાં દૂધ પધરાવાય તે ખ્યાલમાં રહે. કળશમાં શુધ્ધ જળ ચંદન તલ ચોખા લાલ પુષ્પ પધરાવી સુર્યને અભિષેક અર્ધ્ય અર્પણ કરવુ. મેષ રાશિએ ઓમ સુર્યાય નમઃ, વૃષભ રાશી ઓમ ભાસ્કરાય નમઃ, મિથુન રાશી ઓમ રવયે નમહઃ, કર્ક રાશી ઓમ મિત્રાય નમહઃ  સિંહ રાશી ઓમ ભાનવે નમહઃ, કન્યા રાશિ ઓમ ખગાય નમઃ, તુલા રાશી ઓમ પુષ્ણે નમહઃ, વૃશ્ચિક રાશિ ઓમ મારિચાય નમહઃ, ધન રાશી ઓમ આદિત્યાન નમહઃ, મકર રાશી ઓમ સવિત્રે નમહઃ, કુંભ રાશી ઓમ અકચિ નમહઃ, મીન રાશી ઓમ હિરણ્યગભાર્ય નમહઃ એમ બોલતા જવુ અને અભિષેક કરવો. અર્ધ્ય આપતા રહેવુ. વડીલોની પુજા કરવી. પિતૃદેવોને નમસ્કાર કરી ઓમ આધ્યાભુતાય વિધ્મહે, સઇ સેવ્યાય ધિમહી, શિવશકિત સ્વરૂપેણ તન્નો પિતૃદેવ પ્રચોદયાત. આ મંત્રનો પ્રેમપુર્વક ઉચચાર કરવો. શિવજી ઉપર શોડષોપચાર વિધિ પૂજા અભિષેક સાથે કરવી. પવિત્ર વિદ્વાન સંતોષી ભુદેવશ્રીઓ પણ આમ તે આ કાર્યમાં સહભાગી થાય પુજા પુરી થાય પછી ભૂદેવોને સર્વઆનુકુળ ઉચીત દક્ષીણા દાનની વસ્તુઓ આપી સન્ન કરી આશીર્વાદ મેળવવા ઘણુ ઘણુ પુણ્ય મળશે.

હે હરિ સહુનું ભલુ કરો.

શા. નરેન્દ્રભાઇ મનુભાઇ શુકલ,

પાટડીવાળા ભાગવતાચાર્ય મો. ૮૪૦૧૯ ૭૦૫૪૧

(11:32 am IST)