ઈંગ્લીશ દારૂના મોટા જથ્થાના ગુન્હાઓમાં ઝડપાયેલ ધર્મેશ ઉર્ફે ધમાને પાસામાં ધકેલતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ
રાજકોટ :ઈંગ્લીશ દારૂના મોટા જથ્થાના ગુન્હામાં ઝડપાયેલરૈયારોડની રામેશ્વર સોસાયટીમાં રહેતા અને મૂળ જસદણના લાખાવડના ધર્મેશ ઉર્ફે ધમા નરેશભાઈ વાઘેલા વ્યાસને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પાસામાં ધકેલ્યો છે
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નરશ્રી સિદ્ધાર્થ ખત્રી સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ જયદીપસિંહ સરવૈયાનાઓના માર્ગદર્શન હેઠળ ગુન્હાખોરી ઉપર અંકુશ રહે તે માટે પ્રોહીબીશનના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમની પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા પોલીસ કમિશ્નરએ પાસા વોરંટ ઇસ્યૂ કરતા આવા પાસા વોરંટની બજવણી કરી વડોદરા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.
ધર્મેશ ઉફે ધમો નરેશભાઇ વાઘેલા વ્યાસ( રહે. રામેશ્વર સોસાયટી, રૈયા રોડ, બાપા સીતારામ ચોકથી અંદર રામેશ્વર હોલની બાજુની શેરી, રાજકોટ) મુળ ગામ નાની લાખાવડ, તાલુકોઃજસદણ, જિ. રાજકોટને પાસા વોરંટ ઇસ્યુ કરેલ છે.
આરોપીને રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્ટે. તથા રાજકોટ ગ્રામ્ય પડધરી પો.સ્ટે. તથા રાજકોટ ગ્રામ્ય લોધીકા પો.સ્ટે. તથા બાબરા પો.સ્ટે. જિ. અમરેલી ખાતે ઇંગ્લીશ દારૂના મોટા જથ્થાના ગુન્હાઓમાં પકડવાનો બાકી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર એચ.એમ.ગઢવી, પોલીસ સબ ઇન્સ. એમ.બી. જાડેજા, પો. હેઙ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, ફીરોજભાઇ શેખ, પો.કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, સૌકતભાઇ ખોરમ જોડાયા હતા.