ટાગોર રોડ-પુષ્કરધામ-સાધુ વાસવાણી વિસ્તારમાં બાકી વેરો વસુલવા ૮ મિલ્કત સીલ
ત્રણેય ઝોનની વેરા શાખા દ્વારા આજે ૯ લાખની આવક
રાજકોટ, તા. ૧૫ :. મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નો બાકી વેરો વસુલવા વેસ્ટ, ઈસ્ટ તથા સેન્ટ્રલ ઝોનના વિવિધ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન પુષ્કરધામ, ટાગોર રોડ તથા સાધુ વાસવાણી વિસ્તાર સહિત કુલ ૮ મિલ્કત સીલ કરવામાં આવી હતી તેમજ ૮ લાખની કુલ આવક થવા પામી હતી.
આ અંગે વેરા શાખાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ કોઠારીયા રોડ, સરદાર ઈન્ડ., મીરા ઉદ્યોગ, જીઆઈડીસી, ગોકુલનગર, પટેલનગર, કુવાડવા રોડ, રણછોડનગર, ટોપ લેન્ડ રેસી., પુષ્કરધામ, શિવાલીક, વાવડી તથા વોર્ડ નં. ૧, બજરંગવાડી, ટાગોર રોડ પર આવેલ દીવાળી ચેમ્બર, ઉમાકાંત પંડીત, ઢેબર રોડ તથા મોરારીનગર સહિતના વિસ્તારમાં બાકી મિલ્કત વેરો વસુલવા કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન ટાગોર રોડ, પુષ્કરધામ, વોર્ડ નં. ૧ તથા સાધુ વાસવાણી સહિતના વિસ્તારમાં કુલ ૮ મિલ્કત સીલ કરવામાં આવી હતી.
આજે ઈસ્ટ ઝોનમાં ૧.૬૭ લાખ, વેસ્ટ ઝોનમાં ૩.૩૭ તથા સેન્ટ્રલ ઝોનમાં ૩.૭૯ લાખ સહિત કુલ ૮ લાખની આવક થવા પામી છે તેમ કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે.