શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પતંગ વિતરણ
રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનાં માર્ગદર્શન અને યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળાની આગેવાનીમાં મકરસંક્રાંતિ પર્વ અંતર્ગત શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહેરના ગરીબ વિસ્તારના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રદિપ ડવએ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિ એટલે દાનનો અનન્ય પર્વ. ગરબી વિસ્તારોના બાળકો પણ મકરસંક્રાંતિમાં પતંગ ઉડાવવાનો લ્હાવો લઇ શકે એ માટે ગરીબ બાળકોને વિનામુલ્યે પતંગ વિતરણ કરવામાં આવેલ છે. ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રદિપ ડવ, ઉપરાંત મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, ગૌતમ ગોસ્વામી, હિતેશ મારૂ, હીરેન રાવલ, કુલદીપસિંહ જાડેજા, પુર્વેશ ભટ્ટ, કીશન ટીલવા, આનંદ જાવીયા, ડો. પ્રીતેશ પોપટ, હીતેશ ઢોલરીયા, હાર્દિક ટાંક, અર્જુનસિંહ ઠાકુર, મહેશ રાઠોડ, વિશાલ માંડલીયા, જસ્મીન મકવાણા, પાર્થ જાવીયા, વિવેક ભોજાણી, વિનોદ કુમારખાણીયા, જય દેવમુરારી, જયરાજસિંહ જાડેજા, અશ્વિન પાણખાણીયા, અવી મકવાણા, ઉતમ રાડીયા, રાજન ત્રિવેદી, ધ્રુવ રાજા, ગૌતમ ચૌહાણ, અજય રાઠોડ, ચંદુભાઇ ભંડેરી, જય રાદડીયા, બીરેન દૂધાગ્રા, કૌશીક અઘેરા, નીલેશ ભટ્ટ, હસમુખસિંહ ગોહીલ, કાથડભાઇ ડાંગર, જય ગજ્જર, જય શાહ, દેવકરણ જોગરાણા, તેમજ પ્રજાપતી, કૌશલ ધામી, જયેશ બુસા, વિમલ ઠોરીયા, ધર્મેશ ડોડીયા, કૃણાલ પરીખ, મૌલીક પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.