રાજકોટ
News of Tuesday, 15th January 2019

સંક્રાંતની સાંજે ઘાંચીવાડ-ભવાની નગરમાં એ-ડિવીઝન પોલીસનું એરિયા ડોમિનેશન

રાજકોટઃ મકર સંક્રાંતિ પર્વની શહેરમાં શાંતિપૂર્વક ઉજવણી થઇ હતી. પોલીસનો ઠેર-ઠેર બંદોબસ્ત પણ કામ કરી ગયો હતો. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને તમામ એસીપીશ્રીઓની સુચના અને રાહબરી હેઠળ તમામ પોલીસ મથકના અધિકારીઓએ પોતાની ટીમો સાથે સતત પેટ્રોલીંગ કર્યુ હતું અને સાંજ પડ્યે સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ એરિયા ડોમિનેશન કર્યુ હતું. એ-ડિવીઝન પોલીસ મથક વિસ્તારના ઘાંચીવાડ, ભવાની નગર સહિતના વિસ્તારોમાં એસીપી શ્રી ટંડેલ, પી.આઇ. એન. કે. જાડેજા, પી.એસ.આઇ. સાંખરા, એએસઆઇ રામગરભાઇ ગોસાઇ તથા ડી. સ્ટાફની ટીમોએ પગપાળા પેટ્રોલીંગ કર્યુ હતું અને અમુક શખ્સોના ઘર, દૂકાનોની ચકાસણી કરી હતી.

(3:30 pm IST)